ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
મુંબઈને પાણી સપ્લાય કરતા ભાતસા ડેમના દરવાજામાં ટેકનિકલ ભંગાણ સર્જાયું છે.
આ કારણે પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગશે.
પરિણામે જ્યાં સુધી પાવર સ્ટેશનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી 15 ટકા પાણી કાપ અમલમાં રહેશે.
27મી ફેબ્રુઆરી 2022ના રોજ ભાતસા ડેમ ખાતે 15 મેગાવોટ પાવર પ્લાન્ટમાં મોટી ટેકનિકલ સમસ્યા ઊભી થઈ છે. જેના કારણે મુંબઈના પાણી પુરવઠા પર અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર માટે મહારાષ્ટ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળના ભાતસા ડેમમાંથી દરરોજ લગભગ 2000 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.
