Site icon

મુંબઈગરાઓ માટે મહત્વના ખબર: ટોળનાકાઓ 16 લેનના બદલે 32 લેનના કરવામાં આવશે. જાણો આ માટે સરકાર પાસે શી યોજના છે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020

મુંબઇ શહેરમાં આવવા માટેના કુલ પાંચ એન્ટ્રી પોઇન્ટ પરના ટોલ નાકાઓને વિસ્તારવામાં આવશે. ટોલ પ્લાઝાની બાજુમાં ખાલી પડેલી જમીન સંપાદન કરવા માટે એમએસઆરડીસીએ, બીએમસીને પત્ર લખ્યો છે. અહીં હાલ 16 લેન છે જે વધારીને 32 લેન કરવામાં આવશે. ટોલ એન્ટ્રી પોઇન્ટની બાજુની જમીન મુંબઈ શહેર મહાનગરપાલિકાની છે અને હવે તે બિનઉપયોગી પડી છે. આ મુંબઇ એન્ટ્રી પોઇન્ટ્સ પર પહેલાં ઓકટ્રોઇ પ્લાઝા હતા. જીએસટીના આગમન સાથે જ ઓકટ્રોઇ નાબૂદ થઈ ગઈ છે અને તે હવે જગ્યા ખાલી પડી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં પાંચ એન્ટ્રી પોઇન્ટ છે, તે મુલુંડ (પૂર્વીય એક્સપ્રેસ વે), મુલુંડ (એલબીએસ), ઐરોલી, વાશી અને દહિસર ચેકનાકા છે. “હાલમાં આપણી પાસે આ એન્ટ્રી પોઇન્ટ પર ઇનબાઉન્ડ માટે આઠ લેન અને આઉટબાઉન્ડ ટ્રાફિક માટે આઠ લેન છે. બીએમસીની જમીન સાથે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ લેન બંને બાજુથી બમણી થઈને 32 થઈ જશે." એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આનાથી સામાન્ય માણસને ખૂબ ફાયદો થશે. "ટોલ બૂથ પર જે સમય પસાર કરવો પડે છે તે ઘણો ઓછો થશે.

હાલમાં વિસ્તરણને કારણે માત્ર મુલુંડ (એલબીએસ) અને દહિસરમાં અસ્થાયી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દહિસર ખાતે મેટ્રોનું કામ ચાલુ હોવાથી અને જગ્યાની મર્યાદા હોવાથી એલ.બી.એસ. પર ચક્કા જામ જોવા મળે છે. એમએસઆરડીસીને આશા છે કે ટૂંક સમયમાં બીએમસી જમીનના ઉપયોગની મંજૂરી આપશે, કેમ કે આ પ્રોજેક્ટ દ્વારા ટોલ નાકાના રોડનો ઉપયોગ સામાન્ય નાગરિકોને થશે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version