Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Traffic Alert: મુંબઈગરાઓ સાવધાન: દાદરનો તિલક બ્રિજ આગામી 3 મહિના સુધી ભારે વાહનો માટે બંધ, ટ્રાફિક જામથી બચવા ફોલો કરો આ રૂટ.

Mumbai Traffic Alert: સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી લાગુ રહેશે નિયમ; ટેન્કર, ડમ્પર અને ટ્રેલર જેવા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.

Mumbai Traffic Alert Dadar's Tilak Bridge closed for heavy vehicles for 3 months; check alternative routes.

Mumbai Traffic Alert Dadar's Tilak Bridge closed for heavy vehicles for 3 months; check alternative routes.

News Continuous Bureau | Mumbai

મધ્ય મુંબઈ ના સૌથી વ્યસ્ત એવા દાદરના તિલક બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર અને સાયન ROB બ્રિજના પુનઃનિર્માણના કામને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખીને તિલક બ્રિજને ભારે વાહનો માટે આગામી ત્રણ મહિના સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, દરરોજ થતા ટ્રાફિક જામ ને કારણે ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સને રસ્તો મળવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે 12 મે, 2026 સુધી સવારે 7 થી રાત્રે 11 દરમિયાન આ પ્રતિબંધ અમલમાં રહેશે.

Join Our WhatsApp Channel

આ વાહનોના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ

ટ્રાફિક પોલીસની માર્ગદર્શિકામુજબ, તિલક બ્રિજ પરથી ટેન્કર, મિક્સર, ડમ્પર, ટ્રેલર અને અન્ય તમામ ભારે માલવાહક વાહનો પસાર થઈ શકશે નહીં. આ વાહનોએ પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા ડાયવર્ઝન નો ઉપયોગ કરવો પડશે જેથી દાદર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash: બજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર? સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, IT સેક્ટરમાં AI ના જોખમે વધારી ચિંતા; જાણો કયા શેરો સૌથી વધુ તૂટ્યા.

ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ

મુલુંડ, માનખુર્દ અને નવી મુંબઈ થી આવતા વાહનોએ સાયન હોસ્પિટલ જંકશનથી જમણી તરફ વળીને સુલોચના શેટ્ટી માર્ગ, કુંભારવાડા, કટારિયા માર્ગ અને વીર સાવરકર રોડ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવું જોઈએ. તેવી જ રીતે દક્ષિણ મુંબઈ તરફ જતા વાહનોએ દાદર ટી.ટી. સર્કલ, હિંદમાતા બ્રિજ, પરેલ અને લાલબાગ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

સેના ભવન અને એલ.જે. રોડથી આવતા વાહનો માટે સૂચના

સેના ભવન અને એલ.જે. રોડ થી સાયન તરફ જવા માંગતા વાહનોએ શોભા હોટલ, કટારિયા રોડ અને સાયન હોસ્પિટલવાળા રૂટનો ઉપયોગ કરવો પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર-ઠેર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી ડ્રાઈવરોને મુશ્કેલી ન પડે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોલીસને સહકાર આપે.

Mumbai News। ગોવંડીચેમ્બુર પરિસરને ડ્રગ્સમુક્ત કરવા યુવાસેના મેદાને વિશેષ ઝુંબેશ માટે યુવાસૈનિકો સજ્જ
US China Ties। બેઇજિંગમાં ટ્રમ્પ જિનપિંગ વચ્ચે એવી તે શું ડીલ થઈ? ચીને અચાનક હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવાની કેમ આપી મંજૂરી; જાણી લો અંદરની વિગત
Mumbai Accident। મુંબઈના અંધેરીમાં ૪ ‘BEST’ બસો વચ્ચે વિચિત્ર અકસ્માત બે બસ વચ્ચે કચડાતાં ૫૨ વર્ષીય કંડક્ટરનું કરુણ મોત
Mumbai Crime। તિલક રોડ પર પાર્ક કરેલી ગાડીઓમાંથી વેચાતી હતી પ્રતિબંધિત ઈસિગારેટ; BMCએ પાનનો ગલ્લો બુલડોઝર ફેરવી તોડી પાડ્યો
Exit mobile version