Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!

Mumbai Road Accident: પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિક સુરક્ષાના લીરેલીરા ઉડ્યા; શાળાએ જતી અને પરત ફરતી વેળાએ સર્જાયેલા અકસ્માતોમાં બે બાળકીઓના કરુણ મોતથી અરેરાટી.

Mumbai Traffic Menace: Two young schoolgirls crushed to death in separate accidents in Dindoshi and Kandivali.

Mumbai Traffic Menace: Two young schoolgirls crushed to death in separate accidents in Dindoshi and Kandivali.

News Continuous Bureau | Mumbai

Mumbai Road Accident: મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિક સુરક્ષા અને બેફામ વાહનચાલકોના કારણે બે વિદ્યાર્થિનીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડિંડોશીમાં શાળાએ જતી વખતે અને કાંદિવલીમાં શાળાએથી ઘરે પરત ફરતી વખતે સર્જાયેલા અકસ્માતોએ સમગ્ર મુંબઈને હચમચાવી દીધું છે. આ ઘટનાઓને પગલે વાલીઓમાં ભારે રોષ અને તંત્રની બેદરકારી સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. રસ્તાઓ પર માસૂમ બાળકોની સુરક્ષાને લઈને હવે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.પહેલી ઘટના મલાડ (પૂર્વ) ના ડિંડોશી વિસ્તારમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની શાળા પાસે બની હતી. એક વિદ્યાર્થિની જ્યારે ઉત્સાહભેર શાળાએ જવા નીકળી હતી, ત્યારે શાળાની સાવ નજીક જ એક અજાણ્યા વાહને તેને અડફેટે લીધી હતી. ગંભીર ઈજાઓને કારણે બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે જવાબદાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

Join Our WhatsApp Channel

કાંદિવલીમાં પૂરપાટ ડમ્પરે બાળકીને કચડી

બીજી હૃદયદ્રાવક ઘટના કાંદિવલી (પશ્ચિમ) માં બની હતી. શાળા છૂટ્યા બાદ પોતાના મિત્રો સાથે ઘરે પરત ફરી રહેલી સગીર વિદ્યાર્થિની જ્યારે રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવેલા એક ભારે માલવાહક ડમ્પરે (Dumper) તેને કચડી નાખી હતી. પોતાની નજર સામે જ સખીને ગુમાવતા અન્ય બાળકો આઘાતમાં સરી પડ્યા હતા. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ જન્માવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai News:ખાડાઓથી કાયમી છુટકારો! આવતા વર્ષે મે સુધીમાં મુંબઈના રસ્તાઓનો થશે કાયાકલ્પ, BMC નો મેગા પ્લાન તૈયાર

 સ્થાનિકોનો વિરોધ અને ટ્રાફિક જામ

કાંદિવલીની ઘટના બાદ રોષે ભરાયેલા સેંકડો સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને કારણે પશ્ચિમી ઉપનગરોમાં કલાકો સુધી ટ્રાફિક જામ (Traffic Jam) ની સ્થિતિ સર્જાઈ હતી. લોકોની માંગ છે કે સ્કૂલ ઝોન વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર કડક નિયંત્રણો લાદવામાં આવે અને પોલીસ સતત પેટ્રોલિંગ (Patrolling) કરે.

પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી

ડિંડોશી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, કાંદિવલી પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બંને પોલીસ સ્ટેશનો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે અકસ્માત સમયે વાહનોની ગતિ કેટલી હતી અને ડ્રાઈવરની કોઈ બેદરકારી હતી કે કેમ.

Borivali Woman Cyber Fraud ઑનલાઇન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડી ભારે બોરીવલીની મહિલા સાથે ₹૬ લાખની સાયબર ઠગાઈ
Mumbai Airport Runway Incident સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા મુંબઈ રનવે પર એર ઇન્ડિયાના બે પ્લેન આમનેસામને
Mumbai Bus Pushed to Save Life “અમે છીએ ને… તો શેનો ડર છે?” એક યુવકનો જીવ બચાવવા માટે મુંબઈગરાઓએ આખેઆખી બસ ધકેલી, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
Panvel Steel Trader Arrested ₹૭૦ લાખનું સ્ટીલ પચાવી પાડી ફરાર થયેલો પનવેલનો વેપારી મલાડમાંથી ઝડપાયો, પોલીસે જેલભેગો કર્યો
Exit mobile version