News Continuous Bureau | Mumbai
Mumbai Traffic Police: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ટ્રાફિક જામ ( traffic jam ) અને ભીડને ટાળવા માટે, મુંબઈ ટ્રાફિક પોલીસે જુહુ બીચ ( Juhu Beach ) નજીકના વિસ્તારો અને રસ્તાઓ માટે નિયમનકારીક ( Traffic Rules ) બદલાવ અને પ્રતિબંધિતના આદેશો ( Prohibitory orders ) જારી કર્યા છે. આ આદેશો 31 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાથી 1 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.
Maharashtra: To avoid traffic snarls and congestion on New Year’s Eve, Mumbai Traffic police have issued regulatory and prohibitory orders for areas and roads near Juhu Beach from 2 pm on December 31 till 8 am on January 1. Parts of Juhu Church Road, Juhu Road, Juhu Tara Road and…
— ANI (@ANI) December 30, 2023
મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવા વર્ષ-2024ની ઉજવણીની ( New year celebration ) પૂર્વસંધ્યાએ વિવિધ સ્થળોએ, ખાસ કરીને જુહુ બીચ, જુહુ તારા રોડ પરની હોટેલો અને ક્લબોમાં ભારે ભીડની અપેક્ષા છે. તેથી ટ્રાફિકમાં વધારો થાય તે પહેલા તેના ઉકેલ રુપે આ આદેશો લેવામાં આવ્યા છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જાણો ક્યાં રોડ પર રહેશે નો પાર્કિંગ…
“જુહુ તારા રોડ, જુહુ રોડ, જુહુ ચર્ચ રોડ અને વીએમ રોડ પર ભારે પગપાળા લોકોની ક્રોસિંગ તેમજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેવાની અપેક્ષા છે. તેથી, આ રસ્તાઓ પર 31ના રોજ ટ્રાફિક ધીમો રહેશે. તેથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નીચેના આદેશો જારી કરવા જરૂરી છે. જેમાં 31, 2023 રોજ 14:00 કલાકથી 1લી જાન્યુઆરી 2024 ના રોજ 08:00 કલાક સુધી નીચે જણાવેલ રસ્તાઓ પર ટ્રાફિકની ભીડના નિયમન અને ઘટાડા માટે, નિયમનકારીક બદલાવ અને પ્રતિબંધિતના આદેશો જારી કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Special Train: ભુજ-સાબરમતી અને અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તૃતિકરણ.
જેમાં જુહુ ચર્ચ રોડ પર ટ્યૂલિપ સ્ટાર હોટેલ જંક્શનથી બલરાજ સાહની રોડ (દક્ષિણ અને ઉત્તર બંને સરહદો), સાંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ સુધી તમામ પ્રકારના વાહનો માટે ‘નો પાર્કિંગ’ રહશે. તેમ જ ‘જુહુ રોડ પર મહારાણા પ્રતાપ જંકશનથી જુહુ કોલીવાડા (દક્ષિણ અને ઉત્તર બંને સરહદો), સાંતાક્રુઝ (પશ્ચિમ), જુહુ કોલીવાડા જંક્શનથી બીપી પટેલ જંકશન (દક્ષિણ અને ઉત્તર બંને સીમાઓ), સાંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ સુધી જુહુ તારા રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પણ ‘નો પાર્કિંગ’ ( no parking’ ) હશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.