Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Traffic Police : હવે નહીં ચાલે રિક્ષા ચાલકોની મનમાની, મુંબઈ ટ્રાફિક પોલીસે હાથ ધરી ખાસ ઝુંબેશ; 52 હજાર સામે થઈ દંડનીય કાર્યવાહી..

ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે અને 14 દિવસમાં 52 હજાર 189 દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ભાડાનો ઇનકાર કરતા 32 હજાર 658 વાહનોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Mumbai Traffic Police Special Campaign of Mumbai Traffic Police Against Unruly Auto Rickshaw Drivers

Mumbai Traffic Police Special Campaign of Mumbai Traffic Police Against Unruly Auto Rickshaw Drivers

News Continuous Bureau | Mumbai

Mumbai Traffic Police : મુંબઈ ટ્રાફિક વિભાગે મુંબઈ ઉપનગરોમાં અશિસ્ત રિક્ષાચાલકો સામે મોટી ખાસ ઝુંબેશ હાથ ધરી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન 52 હજાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીના કારણે ભાડાનો ઈન્કાર કરનારા અને બેફામ રિક્ષાચાલકો ભયભીત થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

Mumbai Traffic Police :  રિક્ષાચાલકોની ઘણી ફરિયાદો મળી હતી

મુંબઈના ઉપનગરોમાં, રિક્ષાચાલકો નોંધપાત્ર રીતે વધી ગયા હતા, મુંબઈ પરિવહન વિભાગ દ્વારા ઘણી ફરિયાદો મળી હતી, જેમ કે ભાડું નકારવું, બેચ વગર અને ગણવેશ વિના રિક્ષા ચલાવવી, મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવી.   આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસે બેકાબૂ વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે 8 એપ્રિલથી 22 એપ્રિલ સુધીના 15 દિવસ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.

Mumbai Traffic Police : રિક્ષાચાલકોની સામે કરવામાં આવી  કાર્યવાહી  

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા 8 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન મુંબઈ ઉપનગરોમાં 52 હજાર 189 વિવિધ ફરિયાદો હેઠળ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાડું નકારવાના શીર્ષક હેઠળ કુલ 52189 ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે, જેમાં 32 હજાર 658, યુનિફોર્મ વિના 5 હજાર 268, ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જવા બદલ 8,650 અને અન્ય કેસોમાં 5,613 કાર્યવાહી કરવામાં આવી હતી.  સાથે જ ભાડાનો ઇનકાર કરતા 32 હજાર 658 વાહનોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈમાં એક સપ્તાહમાં વધુ 5 ફ્લેમિંગોના મોત, પક્ષીપ્રેમીઓ ચિંતામાં; કરી આ માંગ..

 Mumbai Traffic Police : રિક્ષાચાલકો સામેની કાર્યવાહીને મુસાફરોએ આવકારી 

મહત્વનું છે કે પોલીસે તે જગ્યાઓ શોધી કાઢી હતી જ્યાં ફરિયાદો મળી હતી. આ તમામ સ્થળોએ 15 દિવસ  ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ યુનિટ દ્વારા બેકાબૂ રિક્ષાચાલકો સામેની ખાસ ઝુંબેશ દરમિયાન કરાયેલી કાર્યવાહીને મુસાફરોએ આવકારી છે અને મુંબઈમાં દારૂના નશામાં ધૂત ટેક્સી ચાલકો સામે પણ આ કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે.  

Couple Attacks Ticket Checker At CSMT CSMT સ્ટેશને ટિકિટ માગતાં દંપતીનો ટીસી પર હુમલો નકલી રેલવે કર્મચારી હોવાનો દાવો ખુલ્લો પડતાં હાથપાઈ, ગુનો દાખલ
Father Throws 9MonthOld Son Off Ghatkopar Skywalk ઘાટકોપરમાં પત્ની સાથે ઝઘડા બાદ પિતાએ ૯ મહિનાના માસૂમ બાળકને સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધું કાળજું કંપાવનારો બનાવ
Thane Railway Ticket Checking Drive થાણે રેલવે સ્ટેશન પર રેલવેની મેગા ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ૬૫૭ વગર ટિકિટના પ્રવાસીઓ ઝડપાયા, ₹૩.૭૯ લાખથી વધુનો દંડ વસૂલાયો
Mumbai ANC Seizes Hydroponic Weed એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો ડોંગરીમાંથી ₹૧.૨૪ કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, બે ડ્રગ પેડલરની ધરપકડ
Exit mobile version