ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પોલીસ વધુ સખત થઈ રહી છે.
હવે બાઈકસવાર સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ રાત્રે પણ સાદા વેશમાં પહેરો ભરવાનું ચાલુ રાખશે.
સાથે જ કેટલાક મહત્ત્વપૂર્ણ સ્થળે સીસીટીવી કૅમેરાની વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
આ સ્થળોમાં ઈસ્ટર્ન, ફ્રી વે, જે. જે. ફ્લાયઓવર, માનખુર્દ ઘાટકોપર લીંક રોડ જેવા સ્થળો સામેલ છે.
અહીં આ દ્વિચક્રી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને ચાર પૈડાંવાળાં વાહનો માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પગલું ટ્રાફિક પોલીસે અકસ્માતો અને સ્ટંટબાજી પર અંકુશ મેળવવા ભર્યું છે.
