Site icon News Continuous Bureau | Mumbai

આ ટ્રાફિક પોલીસ છે કે હપ્તા વસૂલી કરનારા ગુંડાઓ, ચલનના પૈસા લેવા ઘર સુધી પહોંચે છે ટ્રાફિક પોલીસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈમાં ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારા પાસેથી ચલનની રકમ વસૂલી માટે ટ્રાફિક પોલીસ હવે વાહનમાલિકોને ઘરે જવાનું ચાલુ કરી દીધું છે.  ઈચલનની રકમ વસૂલવા ટ્રાફિક પોલીસે ખાસ ટીમ બનાવી છે. જેણે છેલ્લા 8 દિવસમાં 20 લાખ રૂપિયાનો દંડ ઘરે જઈને વસૂલ્યો છે.

અગાઉ ફક્ત 10,00 રૂપિયાથી વધુ રકમ હોય તેમના ઘરે ટ્રાફિક પોલીસ જઈને રકમ વસૂલતી હતી. હવે જોકે લોકો ઈ-ચલનની રકમ સમયસર ભરતા નથી. એથી પોલીસે ઘરે જવાનું ચાલુ કરી દીધું છે. જેમાં દંડની રકમ વસૂલવા પોલીસ ઘરે પહોંચ્યા બાદ દોઢેક હજાર લોકોએ તાત્કાલિક દંડની રકમ ચૂકવી દીધી હતી, તો બાકીના લોકોએ દંડની રકમ ભરવા માટે એક સપ્તાહની મુદત માગી હતી.

ખતરાની ઘંટી : મુંબઈમાં કોરોનાનું ટેસ્ટિંગ વધવાની સાથે જ કેસ પણ વધ્યા; જાણો વિગત

મુંબઈમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરનારાને દંડ માટે ઈ-ચલન આપે છે. જોકે એમાં દંડની રકમની વસૂલીમાં ખાસ્સો સમય લાગતો હતો. એથી ટ્રાફિક પોલીસે આ દંડની રકમ વસૂલવા માટે બે-બે પોલીસ ધરાવતી કુલ 50 ટીમ બનાવી છે, જે 10,000 રૂપિયાની વધુ રકમનો દંડ હોય તેના ઘરે જઈને રકમ વસૂલ કરે છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version