Site icon News Continuous Bureau | Mumbai

દહિસરમાં મોટી રામાયણ થઈ : નૅશનલ પાર્કથી ચેકનાકા પહોંચવાનો સમય સાડાત્રણ કલાક, ઘારાસભ્ય બેઠી ધરણા પર; જાણો વિગત?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 દહિસર ચેકનાકા પરના પ્રવેશદ્વારને તોડવા માટે  લાવવામાં આવેલી  ક્રેનને પગલે છેલ્લા થોડા દિવસથી બોરીવલી નૅશનલ પાર્કથી  ચેકનાકા પહોંચવા માટે સાડાત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. નાગરિકોને થઈ રહેલી આ હાલાકીના વિરોધમાં અને MMRDAના બેજવાબદારીભર્યા જડ વલણના વિરોધમાં દહિસરનાં ધારાસભ્ય મનીષા ચૌધરી ગુરુવારે સવારના દહિસરમાં ભરરસ્તે આંદોલન કરવા બેસી ગયાં હતાં. છેવટે પોલીસ અને MMRDAના આશ્વાસન બાદ તેમણે પોતાનું આંદોલન પાછું ખેંચ્યુ હતું.

ગુરુવારે દહિસર ચેકનાકા પાસે ધારાસભ્ય મનીષા ચૌધરી, નગરસેવક જગદીશ ઓઝા સહિત સ્થાનિક નાગરિકોએ રસ્તા પર બેસીને આંદોલન છેડ્યું હતું. તાનાશાહી નહીં ચલેગીના નારા પણ તેમણે MMRDA વિરુદ્ધ લગાવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા તેમના આંદોલનને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. છેવટે પોલીસે અને MMRDAના અધિકારીઓને દોડતાં આવવું પડ્યું હતું. ભારે સમજાવટ અને આશ્વાસન બાદ તેઓએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું. તેમના આંદોલાન બાદ તાત્કાલિક ધોરણે રસ્તા પર ઊભી રહેલી ક્રેનને પણ હટાવી દેવામાં આવી હતી.

જુહી ચાવલાની 5G વિરુદ્ધની અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં ગુંજ્યાં ફિલ્મી ગીતો, જજનું મગજ વીફર્યુ; જાણો વિગત 

આંદોલન બાબતે વિધાનસભ્ય મનીષા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘’દહિસર-અંધેરી વચ્ચે મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો લાઇનના કામમાં દહિસર ચેકનાકા પર રહેલું પ્રવેશદ્વારા અડચણરૂપ બન્યુ છે. એથી MMRDA એને તોડી પાડવાની છે. એ માટે ચાર દિવસથી તેઓએ અહીં મોટી ક્રેન લાવીને રાખી છે. આ ક્રેનને કારણે જોકે હાઈવે પર બે લેન બંધ કરી દેવામાં આવી છે. એથી અહીં થતા ટ્રાફિકની અસર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી લઈને છેક એસ. વી. રોડ, લિંક રોડ સુધી થઈ છે.’’

મનીષા ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘’બે લેન બંધ કરી દેવાથી છેલ્લા ચાર દિવસથી બોરીવલી નૅશનલ પાર્કથી દહિસર ચેકનાકા જવા માટે અધધધ કહેવાય એમ સાડાત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. પહેલાંથી સામાન્ય નાગરિકો માટે  લોકલ ટ્રેન બંધ છે. બસમાં લિમિટેડ પ્રવાસની સગવડ છે ત્યારે લોકોને પોતાના ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આવા સમયે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે MMRDAના અનેક વખત ફરિયાદ કરી હતી, પણ તેઓ ગણકારતા નહોતા. નાછૂટકે આ આંદોલન કરવું પડ્યું હતું.’’

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Exit mobile version