નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક.. પીક અવર્સ દરમિયાન જ આ રેલવે ખોરવાઈ. લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

Harbour Line Will Soon Be Extended Till Borivali

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટની ટ્રેનો આ સ્ટેશન સુધી દોડશે! જાણો શું છે પ. રેલવેની યોજના

News Continuous Bureau | Mumbai

આજે ફરી એકવાર સવાર સવારમાં પીકઅવર્સ દરમિયાન હાર્બર રેલવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ જુઇનગર પાસે સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતા વાશીથી પનવેલ રૂટ પર લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. પરંતુ હવે ખામી દૂર કરવામાં આવી છે. હવે આ પરિવહન સેવા ધીમે ધીમે તેના પહેલાની સ્થિતિમાં પાછી આવી રહી છે. 

જોકે, ખામી દૂર થવા છતાં ઉપનગરીય ટ્રેન સેવાઓ 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. મહત્વનું છે કે હાર્બર રેલવે લાઇન પર લગભગ એક કલાક સુધી રેલ વ્યવહાર થંભી ગયો હતો. લોકલ સેવા ખોરવાઈ જવાના કારણે સવારે કામ પર જવા મુસાફરોને પીક અવર્સ દરમિયાન હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  એલર્ટ / વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવો છો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ 5 મોટા નુકસાન

Exit mobile version