Site icon

હવે મુંબઈથી નવી મુંબઈ માત્ર 20 મિનિટમાં પહોંચાશે, શિંદે-ફડણવીસે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર કરી ટેસ્ટ ડ્રાઈવ, જુઓ વિડિયો..

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બુધવારે નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL) પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ મહાનગર અને નવી મુંબઈ વચ્ચે 22 કિલોમીટર લાંબી MTHL પર ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસે પોતે કાર ડ્રાઇવ કરી હતી.

Mumbai Trans Harbour Link: CM Eknath Shinde, deputy CM Devendra Fadnavis drive on MTHL to mark completion

હવે મુંબઈથી નવી મુંબઈ માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાશે,શિંદે-ફડણવીસે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર કરી ટેસ્ટ ડ્રાઈવ, જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ મુંબઈથી નવી મુંબઈને દરિયાઈ માર્ગે જોડવાનું કામ પૂર્ણ કર્યું છે. રાજ્યના બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવા માટે પાણી પર 16.5 કિલોમીટર લાંબો પુલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ વર્ષના અંત સુધીમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બુધવારે નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL) પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ મહાનગર અને નવી મુંબઈ વચ્ચે 22 કિલોમીટર લાંબી MTHL પર ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, MTHL પૂર્ણ થવાથી મુંબઈને નવી મુંબઈ પછી ત્રીજું મુંબઈ બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. નવી મુંબઈની નજીકનું કેમ્પસ ઝડપી વિકાસનું સાક્ષી બનશે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાનના કહેવા પ્રમાણે જમીનના અભાવે મુંબઈના વિકાસમાં જે અડચણો આવી રહી છે તે હવે દૂર થશે. આ પુલ આગળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈ-ગોવા રૂટ સાથે જોડાશે. સાથે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે જે મુંબઈની સામાજિક-આર્થિક પરિસ્થિતિને બદલી નાખશે.

આ સમાચાર પણ વાંચો : પાણીમાં રહેતો મગર હવામાં ઉડ્યો, લગાવી એવી છલાંગ કે જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.. જુઓ વિડીયો

આ દરિયાઈ પુલને એન્જિનિયરિંગનો અજાયબી માનવામાં આવશે. આ પુલના કારણે અનેક સમસ્યાઓ દૂર થઈ છે. નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનો માર્ગ આ દરિયાઈ પુલ પરથી પસાર થશે. એક્સપ્રેસ વેને જોડતો ટ્રાન્સ હાર્બર લિંક રૂટ 735 કિમી લાંબો છે. આ બ્રિજ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકની ભીડની સમસ્યાને હલ કરશે. ઉપરાંત, મુંબઈથી માત્ર 90 મિનિટમાં પૂણે પહોંચી શકાય છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક માર્ગ નેશનલ હાઈવે 348 પર ચિર્લે ખાતે સમાપ્ત થાય છે. NH-348 પર મોટા ટ્રક અને કન્ટેનરને કારણે હંમેશા ટ્રાફિક જામ રહે છે.

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version