Site icon

Mumbai Trans Harbour Link : વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ 99 ટકા કામ પૂરું, આ તારીખે થઇ શકે છે ઉદ્ઘાટન..

Mumbai Trans Harbour Link : મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ નવા વર્ષમાં શરૂ થવાની ધારણા છે. આ પુલને કારણે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 30 મિનિટ થઈ જશે. ઉપરાંત, મુંબઈ, નવી મુંબઈ અને આયોજિત નવી મુંબઈ એરપોર્ટ, જેએનપીએ પોર્ટ, મુંબઈ-ગોવા હાઈવે, મુંબઈ પુણે એક્સપ્રેસ વેને જોડવામાં આવશે.

Mumbai Trans Harbour Link India's Longest Sea Bridge May Open on January 12 - Check Toll Fare Here

Mumbai Trans Harbour Link India's Longest Sea Bridge May Open on January 12 - Check Toll Fare Here

News Continuous Bureau | Mumbai

Mumbai Trans Harbour Link : બહુપ્રતિક્ષિત અને બહુચર્ચિત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક રોડ નવા વર્ષમાં શરૂ થવાની ધારણા છે. રિપોર્ટ્સ મુજબ અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી છે કે 21.08 કિલોમીટર લાંબા ન્હાવા-શેવા સી બ્રિજનું ( Nhava-Sheva Sea Bridge ) ઉદ્ઘાટન ( Inauguration ) 12 જાન્યુઆરીએ કરવામાં આવશે. બ્રિજના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) હાજર રહેશે તેવી ચર્ચા છે. 

Join Our WhatsApp Community

શિવડી-ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિંક ( MTHL ) એટલે કે અટલ બિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee ) ટ્રાન્સ હાર્બર લિંક ( Trans Harbor Link ) 99 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ બ્રિજનું ઉદ્ઘાટન 25 ડિસેમ્બરે થવાનું હતું. જોકે બ્રિજના કેટલાક કામના કારણે લોકાર્પણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હવે નવા વર્ષમાં આ બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

દરમિયાન, 12 જાન્યુઆરીએ નાસિકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ જયંતિના અવસર પર કેન્દ્ર સરકારની આ મહત્વપૂર્ણ પહેલનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાતની તૈયારી માટે વડાપ્રધાન કાર્યાલયની કેન્દ્રીય સમિતિ આજે નાસિક આવી રહી છે. આ મુલાકાતના અવસરે ભાજપ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.

આ સમાચાર પણ વાંચો : Qatar Indians: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, ફાંસીની સજા પર લાગી રોક

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકની વિશેષતાઓ

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ છે. આ પુલને કારણે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 30 મિનિટ થઈ જશે. ઉપરાંત, મુંબઈ, નવી મુંબઈ અને આયોજિત નવી મુંબઈ એરપોર્ટ, જેએનપીએ પોર્ટ, મુંબઈ-ગોવા હાઈવે, મુંબઈ પુણે એક્સપ્રેસ વેને જોડવામાં આવશે. ઉપરાંત, મુંબઈથી પૂણે પહોંચવું સરળ બનશે. આ બ્રિજને કારણે પેટ્રોલ અને ડીઝલમાં મોટી બચત થશે.

500 રૂપિયા ટોલ?

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરવા માટે નાગરિકો પાસેથી 500 રૂપિયા સુધીનો ટોલ વસૂલવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ 22 કિલોમીટરના દરિયાઈ માર્ગ માટે રૂ. 500નો વન-વે ટોલ પ્રસ્તાવિત કર્યો છે.

Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
BMC Election: મુંબઈમાં મતદાન વચ્ચે વોટ્સએપ ગ્રુપો બન્યા ‘જંગનું મેદાન’! મરાઠી-અમરાઠી વિવાદ વકરતા અડમિન્સ એક્શનમાં, મેસેજ કરવા પર મૂક્યો પ્રતિબંધ
BMC Election 2026: દાદરમાં બોગસ વોટિંગનો મામલો ગરમાયો; મનસે ઉમેદવાર યશવંત કિલ્લેદારે ‘ડુપ્લિકેટ’ મતદાર પકડ્યાનો કર્યો દાવો.
Maharashtra Civic Polls 2026: મહારાષ્ટ્રમાં આજે ‘લોકશાહીનો ઉત્સવ’: 29 નગરપાલિકાઓમાં મતદાનને પગલે જાહેર રજા, જાણો આજે શું બંધ રહેશે અને શું ચાલુ.
Exit mobile version