Site icon

ટ્રાફિક જામમાંથી જલ્દી જ મળશે છુટકારો.. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 ડિસેમ્બર 2020

35 વર્ષ બાદ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક આકાર લઈ રહી છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટ ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.  તેમણે શુક્રવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ના વડા આર.એ.રાજીવ સાથે એમટીએચએલ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત પણ લીધી હતી.

એકનાથ શિંદેએ કહ્યું કે, અમને આશા છે કે આ પ્રોજેક્ટ ઑક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે મુંબઈ, નવી મુંબઈ, પુણે અને રાયગઢના લોકો માટે ફાયદાકારક રહેશે.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો હેતુ આઇલેન્ડ શહેરને, મેઇનલેન્ડ (નવી મુંબઇ) અને નવી મુંબઈ ક્ષેત્રમાં વિકાસ વચ્ચેના જોડાણમાં સુધારો કરીને ટાપુ શહેરના આવાગમનને સરળ બનાવવાનો છે.

એમએમઆરડીએએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટનું અમલીકરણ હાથ ધર્યું છે, જે મુંબઈની બાજુની સેવરીને નવી મુંબઈ સાથે જોડેશે.  આમ વર્ષોથી જેવી રાહ જોવાતી હતી એવો મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક ટૂંક સમયમાં જ હકીકત બનશે જેનાથી નવી મુંબઈના લોકોને ટ્રાફિકમા રાહત મળશે..

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version