Site icon

મુંબઈમાં વરલીના કોલીવાડા બીચમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો તણાયા, આટલાના ડૂબી જવાથી મોત

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં (Mumbai) શુક્રવારે સાંજે એક કમનસીબ ઘટના બની હતી. વરલી (Worli) કોલીવાડામાં (Koliwada) બીચ (Beach) પર રમતી વખતે 8 થી 12 વર્ષની વયના પાંચ બાળકો દરિયામાં તણાઈ (Drowned)  ગયા હતા, જેમાંથી ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, બે બાળકોના મોત થયા હતા અને એકની હાલત ગંભીર છે.  

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, વરલીના વિકાસ ગલીમાં બપોરે લગભગ 3.30 વાગ્યે 5 બાળકો દરિયામાં તરવા ગયા હતા. આ દરમિયાન તમામ દરિયામાં વહી ગયા હતા.  સ્થાનિકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો આવે તે પહેલા સ્થાનિક માછીમારોએ (Local fishermen) પાંચેય બાળકોને દરિયામાંથી બહાર કાઢ્યા. અને તેમને સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં (Hinduja Hospital)  દાખલ કર્યા. 

આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન.. 

જોકે કમનસીબે પાંચમાંથી બે બાળકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા, અને અન્ય એકની હાલત ગંભીર છે અને તેને સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યો, જ્યારે અન્ય બેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. દાદર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બાળકો વર્લીના જ હતા. 

Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Exit mobile version