ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ના દર્દીઓ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નેહરુ સાયન્સ સેન્ટર માં ખાટલા ઓની સંખ્યા વધારીને 150 કરી નાખી છે. આ ઉપરાંત દાર કોલેજમાં 225 ખાટલા ઓ તૈયાર કર્યા છે. આ સિવાય એન એસ સી આઈ ક્લબમાં 800 ખાટલા મુકી દેવામાં આવ્યા છે. આમ કુલ ૧૨૦૦ જેટલા ખાટલા તૈયાર છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આમાંથી ૭૦ ટકા જેટલા ખાટલાઓ ઓક્સિજન સાથે છે. આથી મધ્ય મુંબઈમાં રહેનારી દર્દીઓને હવે સુવિધા રહેશે.
