Site icon

Mumbai: ઉન્નત માર્ગ પ્રોજેક્ટથી દક્ષિણ મુંબઈમાં મુસાફરી સરળ બનશે, ટ્રાફિક સમસ્યા થશે દુર.. જાણો ક્યાંથી ક્યા સુધી રહેશે કનેક્ટીવીટી..

Mumbai: ઉન્નત માર્ગ દક્ષિણ મુંબઈમાં પી. ઈસ્ટર્ન ફ્રીવે ડીમેલો રોડ પર ઓરેન્જ ગેટ પાસે શરૂ થવાની દરખાસ્ત છે અને તે ગ્રાન્ટ રોડ સ્ટેશન વિસ્તાર સુધી લંબાવવામાં આવશે. ભવિષ્યમાં ઉન્નત-માર્ગ મુંબઈકરો માટે ખુલ્લો થતા આ અંતર માટે માત્ર છથી સાત મિનિટનો સમય લાગશે.

Mumbai Unnat Road Project will make travel easier in South Mumbai, traffic problems will be removed.

Mumbai Unnat Road Project will make travel easier in South Mumbai, traffic problems will be removed.

News Continuous Bureau | Mumbai

Mumbai: દક્ષિણ મુંબઈમાં મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) દ્વારા ઈસ્ટ ફ્રીવે (ઓરેન્જ ગેટ)થી ગ્રાન્ટ રોડ સુધીનો સાડા પાંચ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ ( Elevated Road ) બનાવવામાં આવશે. મુંબઈ નગરપાલિકાએ આ પ્રોજેક્ટની ડિઝાઈન અને બાંધકામ માટે ટેન્ડર પણ મંગાવ્યા હતા. આમાં જે. કુમાર ઈન્ફ્રાએ રસ દાખવ્યો અને ઓછી બિડ સબમિટ કરી છે, મુંબઈ મહાનગપાલિકાને આ પ્રોજેક્ટ માટે તેમની પસંદગી કરી હતી અને તેમને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે. આ ઉન્નત માર્ગને ( Unnat Road Project ) સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. 

Join Our WhatsApp Community

ઉન્નત માર્ગ દક્ષિણ મુંબઈમાં પી. ઈસ્ટર્ન ફ્રીવે ડીમેલો રોડ પર ઓરેન્જ ગેટ પાસે શરૂ થવાની દરખાસ્ત છે અને તે ગ્રાન્ટ રોડ સ્ટેશન વિસ્તાર સુધી લંબાવવામાં આવશે. ઈસ્ટ ફ્રીવેથી ગ્રાન્ટરોડ સ્ટેશન ( Grant road Station ) પરિસર સુધીનું લગભગ 5.56 કિમીનું અંતર કાપવામાં હાલમાં 30 થી 50 મિનિટનો સમય લાગે છે. જોકે, ભવિષ્યમાં ઉન્નત-માર્ગ મુંબઈકરો માટે ખુલ્લો થતા આ અંતર માટે માત્ર છથી સાત મિનિટનો સમય લાગશે.

 નવી યોજના મુજબ હવે એક હજાર 330 કરોડ રૂપિયા ખર્ચ થશે..

આ માર્ગ મધ્ય રેલવેના ( Central Railway ) હેનકોક બ્રિજ નજીકથી પસાર થશે, એટલે રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટે રૂટની જાળવણીમાં કેટલાક ફેરફારો પણ સૂચવવામાં આવ્યા છે. તે મુજબ ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. આ લાઇનના કામો માટે રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસેથી મુંબઈ મહાનગરપાલિકાનું નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર મેળવવું જરૂરી હતું. તે હવે પ્રાપ્ત થઈ ગયું છે, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી. કારણ કે MMRDA ની ટનલનું કામ ફ્રીવે ની બાજુમાં જ સ્થિત હતું. તેથી આ તમામ ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ માટે મુંબઈ પાલિકાએ એલિવેટેડ રોડ બનાવવા માટે ટેન્ડરો મંગાવ્યા હતા. વિવિધ કંપનીઓએ તેમાં રસ દાખવ્યો હતો. જે. કુમાર ઈન્ફ્રાને સૌથી ઓછી બિડ સબમિટ કર્યા બાદ તેને આ પ્રોજેક્ટ સોપવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Nita Ambani Gift To Radhika-Shloka : નીતા અંબાણીએ શ્લોકાને 450 કરોડનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વાળો નેકલેસ ભેટમાં આપ્યો, શું રાધિકાને મળી તેની ભેટ..

આ માર્ગના કામ માટે 662.42 કરોડનો ખર્ચ થશે. આ રોડ કોસ્ટલ રોડને ઈસ્ટર્ન ફ્રીવે સાથે જોડવા માટે પણ મહત્વની કડી બની રહેશે. પરંતુ પ્રોજેક્ટના કામમાં કેટલાક ફેરફારોને કારણે પ્રોજેક્ટની કિંમત પણ વધી છે. નવી યોજના મુજબ હવે એક હજાર 330 કરોડ રૂપિયા ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું.

આ અદ્યતન માર્ગને કારણે ડૉ. બી. આર. આંબેડકર માર્ગ, રફી અહેમદ કિડવાઈ માર્ગ, પી. ડીમેલો રોડ, ઈસ્ટ એક્સપ્રેસ વે, ગ્રાન્ટ રોડ વિસ્તાર અને મુંબઈ સેન્ટ્રલના ટ્રાફિક સરળ બનાવવા માટે આ માર્ગ મહત્વપૂર્ણ બની રહેશે.

Kalyan Police: થાણે કમિશનરેટ માં DCP ની મોટી કાર્યવાહી: ગાંજાની તસ્કરીમાં સામેલ આટલા ગુનેગારો પર ‘મોકા’ (MCOCA) લાગુ
RMC plant shutdown: જનતા જીતી! સરનાઈકની પહેલથી ઘોડબંદરના પ્રદૂષણ ફેલાવતા RMC પ્લાન્ટ પર તાળાં, પ્રતિબંધનો આદેશ.
Topi thief arrested: ટોપી’નું સામ્રાજ્ય સમાપ્ત: ૬૦ થી વધુ કેસ ધરાવતો કુખ્યાત તસ્કર ભિવંડી માંથી ઝડપાયો
Mumbai Crime Branch: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹ ૧.૧૪ કરોડનું પ્રતિબંધિત ગુટખાનું રેકેટ ઝડપાયું, ૮ આરોપીઓની ધરપકડ
Exit mobile version