મુંબઈ શહેરમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા છે.
જોકે, જે પ્રમાણે રસીનો ડોઝ પ્રાપ્ત થશે તે અનુરૂપ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.
પાલિકા પ્રશાસને મુંબઈગરાઓને સહયોગ આપવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ રસીના અપર્યાપ્ત સ્ટોકને કારણે આ અઠવાડિયામાં મુંબઇમાં રસીકરણ અભિયાન ધીમું થયું છે.
