Site icon

મુંબઈ પાલિકાની સરાહનીય કામગીરી, શહેરમાં આટલા ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

કોવિડ વેક્સિન લેનારી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધ્યાનું આરોગ્ય ખાતાને જણાયું છે. રેકોર્ડઝ દર્શાવે છે કે નવેમ્બરની શરૃઆત સુધીમાં આવી ૩૨૫૩૭ સ્ત્રીઓએ એકડોઝ લીધો હતો. ડોઝ લેનારી સગર્ભા મહિલાઓની સંખ્યાની છેલ્લામાં છેલ્લી માહિતી એકત્રીત કરવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં તેમની સંખ્યા બે ગણી અર્થાત ૬૮,૯૯૧ થઇ હતી. આ મહિનાની શરૃઆતમાં બંને ડોઝ લીધી હોય તેવી ૧૦૨૬ ગર્ભવતી મહિલાઓ હતી પણ હવે તેમની સંખ્યા ૩૪૭૧ના આંકે પહોંચી છે.મહારાષ્ટ્રની તેની ૪૦ ટકા વસતિનું પૂર્ણપણે કોવિડ રસીકરણ (બંને ડોઝનું) કરવાની ત્યારે મુંબઇ ૭૦ ટકા લોકોને બંને ડોઝ આપવાની કામગીરી પૂરી કરવાની નજીકમાં છે. આ સાથે કોવિડ રસી લીધી હોય તેવી ગર્ભવતી મહિલાઓની સંખ્યા બમણી થયાનું આરોગ્ય ખાતાની માહિતીમાં જણાવાયું હતું. વધુમાં જણાવાયા મુજબ સમગ્ર રાજ્યના ૯૦ લાખથી પણ અધિક લાભાર્થીઓએ તેમનો બીજાે ડોઝ લીધો નથી. આમાંના ૭૫ લાખ લોકો કોવિશિલ્ડનો તો ૧૫ લાખ કોવાક્સિનનો બીજાે ડોઝ ચૂકી ગયા છે. રાજ્યમાં ૧૦.૮ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હતા. આમાંના બે ડોઝ ૩.૬ કરોડ લોકોને તો ૭.૨ કરોડ લાભાર્થીઓને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્‌ યો હતો. ઓક્ટોબરમાં તહેવારોની મોસમ શરૃ થતા બીજાે ડોઝ આપવાની કામગીરી ધીમી પડી હતી. હાલમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતથી આઠ લાખ લોકોને રસી આપવામાં આવે છે. પૂર્ણરૃપ (બંને ડોઝ)ના વેક્સિનેશનમાં ૨૦થી પણ અધિક જિલ્લા રાજ્યની સરેરાશથી પાછળ છે. રાજ્યની ૪૦ ટકા વસતિને બંને ડોઝ અપાયા છે ત્યારે ૧૬ જિલ્લામાં તેમની વસતિના ૩૦ ટકા લોકોનું પૂર્ણરૃપે રસીકરણ કરવામાં આવ્યું છે. આવા જિલ્લામાં સોલાપુર સાવ છેક છેલ્લે છે. આ જિલ્લાના માત્ર ૨૩.૫ ટકા લાભાર્થીઓને જ બે ડોઝ અપાયા છે.

 દિલ્હીમાં સાધુ-સંતોએ આંદોલનની તૈયારી કરી, દિલ્હીમાં ધરણા પર બેસવાની સંત સમાજની ચીમકી

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version