Site icon

Mumbai: મલાડમાં બનશે વૈદિક થીમ આધારિત પાર્ક, આ જાપનીઝ ટેક્નિકથી 10,000 વૃક્ષો વાવવાની રહેશે યોજના.. જાણો વિગતે..

Mumbai: મુંબઈમાં વાયુ પ્રદુષણ ઘટાડવા અને જમીનને અતિક્રમણથી બચાવવા માટે, BMC મલાડમાં 6.9-એકરના પ્લોટ પર 10,000 વૃક્ષો વાવશે. નોઈડાના 'વેદ વન' પર આધારિત વૈદિક થીમ આધારિત પાર્ક પણ અહીં સ્થાપિત કરવામાં આવશે..

Mumbai Vedic themed park to be built in Malad, plan to plant 10,000 trees with this Japanese technique.

Mumbai Vedic themed park to be built in Malad, plan to plant 10,000 trees with this Japanese technique.

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં વાયુ પ્રદુષણ ( Air pollution ) ઘટાડવા અને જમીનને અતિક્રમણથી બચાવવા માટે, BMC મલાડમાં 6.9-એકરના પ્લોટ પર 10,000 વૃક્ષો વાવશે ( Plant tree ) . નોઈડાના ‘વેદ વન’ પર આધારિત વૈદિક થીમ ( Vedic theme ) આધારિત પાર્ક પણ અહીં સ્થાપિત કરવામાં આવશે. માર્વે રોડ પર અથર્વ કોલેજની સામે આવેલી જમીન પર ફર્નિચરની દુકાનો અને ઝૂંપડાંઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અને તેઓએ લગભગ 20 વર્ષ સુધી આ જમીન પર કબજો જમાવવાનું ચાલુ રાખ્યું હતું.

Join Our WhatsApp Community

જુલાઈમાં, મુંબઈ ઉપનગરીય કલેક્ટરે બગીચાના વિકાસ માટે જમીન BMCને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. કબજો મેળવ્યા બાદ મહાનગરપાલિકાએ ગત મહિને 63 ગેરકાયદેસર દુકાનો તોડી પાડી હતી.

જાપાનીઝ મિયાવાકી ટેકનિકનો ( Japanese Miyawaki technique ) ઉપયોગ કરીને 10,000 વૃક્ષો વાવવામાં આવશે…

દરમિયાન આ “સ્થળને બેરિકેડથી સુરક્ષિત કરવામાં આવશે અને ટૂંક સમયમાં અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત, જાપાનીઝ મિયાવાકી ટેકનિકનો ઉપયોગ કરીને 10,000 વૃક્ષો વાવવામાં આવશે અને બાગાયત વિભાગ દ્વારા થીમ પાર્ક વિકસાવવામાં આવશે, એમ ”પી-નોર્થ વોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શિંદે વિરુદ્ધ વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું.. મુંબઈના પૂર્વ મેયર દત્તા દળવીની કારમાં તોડફોડ.. ઠાકરે જુથે આપી આ પ્રતિક્રિયા…

આ જમીન મનોરંજન/રમતગમતના મેદાન માટે આરક્ષિત રહેશે. સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટીએ ( Gopal Shetty )  BMCને નોઈડા સેક્ટર 78માં વૈદિક-થીમ પાર્ક જેવી જગ્યા અહીં વિકસાવવાનું સૂચન કર્યું હતું, જે એક સમયે ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. નાગરિક સૂત્રોએ જણાવ્યું હતું કે થીમ પાર્ક વિકસાવવા માટે અંદાજિત રૂ. 5 કરોડનો ખર્ચ થશે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version