Site icon

Mumbai Vehicle Theft: મુંબઈ ટુ વ્હીલરની ચોરીના આંકડામાં થયો મોટો વધારો; છેલ્લા પાંચ મહિનામાં વાહન ચોરીનો આંકડો પહોંચ્યો હજારોમાં…

Mumbai Vehicle Theft: મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, જાન્યુઆરીથી મે વચ્ચે મુંબઈમાં કુલ 23, 136 ગુના નોંધાયા છે. તેમાંથી 15, 910 ગુના ઉકેલાયા હતા. જેમાં દરરોજ વાહનચોરીની સાતથી આઠ ઘટનાઓ બની રહી છે. જેના કારણે મુંબઈગરાઓ આ ચોરોથી હવે કંટાળી ગયા છે. આ પાંચ મહિનામાં મુંબઈમાં વાહન ચોરીના કુલ 1084 કેસ નોંધાયા છે.

Mumbai Vehicle Thief Big rise in Mumbai two wheeler theft figures; In the last five months, the number of vehicle thefts has reached thousands.

Mumbai Vehicle Thief Big rise in Mumbai two wheeler theft figures; In the last five months, the number of vehicle thefts has reached thousands.

News Continuous Bureau | Mumbai

Mumbai Vehicle Theft: મુંબઈમાં દરરોજ વાહનચોરી ગુનાઓમાં હાલ મોટો વધારો થયો છે અને મુંબઈ પોલીસમાં નોંધાયેલા ગુનાઓના આંકડા દર્શાવે છે કે આ ગુનાઓમાં પોલીસ દ્વારા આનો ઉકેલ અડધા જ કેસોમાં થયો છે. છેલ્લા પાંચ મહિનામાં મુંબઈમાં વાહનચોરી સંબંધિત 1084 ગુના નોંધાયા છે. આમાંથી અડધા જ ગુનાઓ ઉકેલાઈ ગયા છે. હેન્ડલ લોક હોવા છતાં ચોરો આસાનીથી બાઇકની ચોરી કરતા હોવાનું આમાં જોવા મળ્યું છે. 

Join Our WhatsApp Community

મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, જાન્યુઆરીથી મે વચ્ચે મુંબઈમાં  ( Vehicle Thief ) કુલ 23, 136 ગુના નોંધાયા છે. તેમાંથી 15, 910 ગુના ઉકેલાયા હતા. જેમાં દરરોજ વાહનચોરીની સાતથી આઠ ઘટનાઓ બની રહી છે. જેના કારણે મુંબઈગરાઓ આ ચોરોથી હવે કંટાળી ગયા છે. આ પાંચ મહિનામાં મુંબઈમાં વાહન ચોરીના કુલ 1084 કેસ નોંધાયા છે. તેમાંથી 557 ગુના ઉકેલાયા હતા. ગયા વર્ષે આ જ પાંચ મહિનામાં મુંબઈમાં ( Mumbai  ) 1045 ગુના નોંધાયા હતા.

Mumbai Vehicle Theft: 2018 માં, મુંબઈ પોલીસે મોટર વાહન ચોરી વિરોધી ટુકડીને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો…

2018 માં, મુંબઈ પોલીસે ( Mumbai Police ) મોટર વાહન ચોરી વિરોધી ટુકડીને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટીમને પ્રોપર્ટી સેલ સાથે મર્જ કરવામાં આવી હતી. મુંબઈમાંથી ચોરાયેલી મોટાભાગની કાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં લઈ જવામાં આવે છે. ઉપરાંત, મુખ્યત્વે ચોરીની કારનો ( Stolen car ) ઉપયોગ ગુના કરવા માટે પણ થાય છે. 

આ સમાચાર પણ વાંચો: Indian Railway: મુંબઈથી ટ્રેન પકડવા જઈ રહ્યા છો? તો વાંચી લ્યો આ સમાચાર; રેલવેએ બદલી નાખ્યા છે ટ્રેનોના સમય અને ટર્મિનલ.

કેટલીક ટોળકી રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરની ( two-wheeler vehicles ) ચોરી કરે છે અને મુંબઈ અને અન્ય શહેરોમાં તેમના પાર્ટસ વેચે છે. મુંબઈમાં ઘણા ગેરેજ પણ તેને ઓછી કિંમતે ખરીદે છે, જ્યારે કેટલાક નકલી એન્જિન નંબરવાળી સ્ક્રેપ બાઇક વેચે છે.  મુંબઈ પોલીસ સમયાંતરે આવી ટોળકી સામે કાર્યવાહી કરતી રહે છે, જ્યારે કેટલાક ઠગ આ બાઇકને નકલી નંબર સાથે સોશિયલ મીડિયા પર વેચતા પણ જોવા મળ્યા હતા.

વાહન ચોરોની ટોળકી પકડાય તો તેનો ઓછામાં ઓછા 10 થી 15 ગુનાઓ ઉકેલાય તેવું પોલીસની કાર્યવાહી દર્શાવે છે. તેથી વાહન ચોરીના ગુનાઓની તપાસ માટે હવે એક અલગ ટીમની જરૂર હોવાનું જાણકારોનું કહેવું છે.

Thane Investment Scam: 500 કરોડનું મહા-કૌભાંડ: 11,000 રોકાણકારોને લૂંટનારી ગેંગના ત્રણ સૂત્રધારો ગુજરાતથી ઝડપાયા
Mumbai Police Fraud: મુંબઈ પોલીસમાં જ ‘મોટું ગાબડું’: હોંગકોંગ ઇન્વેસ્ટમેન્ટના નામે સાથી અધિકારીએ જ પોલીસકર્મીને ₹92.5 લાખમાં નવડાવ્યા
Bangladeshi Infiltrators Powai: પવઈમાં પોલીસની મોટી કાર્યવાહી: નકલી આધાર કાર્ડ સાથે રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
Digital Arrest Scam:મુંબઈમાં સાયબર ઠગાઈની મોટી ઘટના: નિવૃત્ત અધિકારીને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ₹1.27 કરોડનો ચૂનો લગાડ્યો
Exit mobile version