Site icon News Continuous Bureau | Mumbai

Govandi Shivaji Nagar Clash: મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AIMIM અને સપાના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પોલીસે 9ની કરી ધરપકડ

શિવાજી નગરમાં પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોના સમર્થકો આમને-સામને, ફેસબુક પર વાંધાજનક ટિપ્પણી બાદ તોડફોડ અને હુલ્લડ; વિસ્તારમાં તણાવ

Govandi Shivaji Nagar Clash મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ સોશિયલ મીડિયા

Govandi Shivaji Nagar Clash મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ સોશિયલ મીડિયા

News Continuous Bureau | Mumbai
Govandi Shivaji Nagar Clash મુંબઈના ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં વોર્ડ નંબર 134 ના પૂર્વ અને વર્તમાન લોકપ્રતિનિધિઓના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો છે. ફેસબુક પર કરવામાં આવેલી એક વાંધાજનક ટિપ્પણીથી શરૂ થયેલો આ વિવાદ જૂથ અથડામણ અને ઓફિસમાં તોડફોડ સુધી પહોંચ્યો હતો. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી બંને પક્ષના કુલ 9 લોકોની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સમાજવાદી પાર્ટી (SP) ના પૂર્વ કોર્પોરેટરના પત્ની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પાછળ AIMIM ના વર્તમાન કોર્પોરેટરના પરિવારના સભ્યોનો હાથ હોવાની શંકાના આધારે વિવાદ વકર્યો હતો. બંને પક્ષના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો.

તોડફોડ અને મહિલાઓને ધમકાવતા મામલો બિચક્યો

ઘટનાની વિગત મુજબ, સૌ પ્રથમ એક જૂથે બીજા પક્ષના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો અને ત્યાં હાજર મહિલાઓને ધમકાવી ઓફિસમાં તોડફોડ કરી હતી. જ્યારે આ વાતની જાણ સામા પક્ષને થઈ, ત્યારે તેમણે પણ વળતો હુમલો કરી પક્ષના પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને ઘરના સામાનનું નુકસાન કર્યું હતું. આ અથડામણને કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.

Join Our WhatsApp Channel

પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોના સંબંધીઓની ધરપકડ

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, પોલીસે બંને જૂથો વિરુદ્ધ હુલ્લડ, ગુનાહિત ધમકી, બળજબરીથી ઘરમાં ઘૂસવું અને મહિલાઓ વિરુદ્ધ અપશબ્દો વાપરવા બદલ ગંભીર ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા 9 આરોપીઓમાં પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોના પતિઓ અને તેમના નજીકના સંબંધીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો

ફરાર આરોપીઓને પકડવા પોલીસની ખાસ ટીમો

પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ફરાર આરોપીઓને પકડવા માટે બે ખાસ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર કોઈ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version