Site icon

મુંબઈના આ વિસ્તારમાં ધસી પડી જૂના મકાનની જર્જરિત દીવાલ.. ઘટનામાં એક મહિલાનું નીપજ્યું મોત..

મુંબઈના મુલુંડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુલુંડ વેસ્ટમાં સવારે 5.25 વાગ્યે એક ખાલી ઘરની દિવાલ બાજુના ઘર પર પડી હતી.

Mumbai-Wall collapse in Mulund kills 40-year-old woman

મુંબઈના આ વિસ્તારમાં ધસી પડી જૂના મકાનની જર્જરિત દીવાલ.. ઘટનામાં એક મહિલાનું નીપજ્યું મોત..

News Continuous Bureau | Mumbai

મુંબઈના ( Mumbai )  મુલુંડ ( Mulund  ) વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુલુંડ વેસ્ટમાં સવારે 5.25 વાગ્યે એક ખાલી ઘરની દિવાલ ( Wall collapse )  બાજુના ઘર પર પડી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ( 40-year-old woman ) મૃત્યુ થયું છે. જયારે મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ કપલ મુલુંડ વેસ્ટમાં હનુમાન પાડા ખાતે ચાલીમાં રહેતું હતું. દંપતી જ્યાં રહે છે તેની બાજુમાં આવેલા ખાલી અને જૂના મકાનની જર્જરિત દિવાલ આજે વહેલી સવારે તેમના પર પડી હતી અને બંને દિવાલ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને BMCના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેઓએ દિવાલ નીચે ફસાયેલા દંપતીને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક અગ્રવાલ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી. હવે પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Exit mobile version