News Continuous Bureau | Mumbai
Mumbai water cut : મુંબઈગરાઓ ઉનાળાની શરૂઆત પહેલાથી જ પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) એ શહેરના અમુક ભાગમાં પાણીકાપ ( water cut ) મૂકવાની જાહેરાત કરી છે. કારણ કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર વીરવાની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે 600 mm વ્યાસના પાણીના પાઈપને 900 mm વ્યાસના પાણીના પાઈપ સાથે બદલવાનું કામ મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ સવારે 10.00 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. આ કાર્ય 24 એપ્રિલ 2024 બુધવારના રોજ સવારે 10.00 વાગ્યા સુધી કુલ 24 કલાક ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 100 ટકા પાણી પુરવઠો બંધ રહેશે. આથી નગરપાલિકા પ્રશાસને નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.
Mumbai water cut : આ વિસ્તારમાં પાણી કાપ રહેશે
- પી સાઉથ (ગોરેગાંવ ( Goregoan ) ) – વીતાભટ્ટી, કોયના કોલોની, સ્કોટર્સ કોલોની, કામા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રોહિદાસ નગર અને શર્મા એસ્ટેટ (મંગળવાર, તારીખ 23 એપ્રિલ 2024)
- પી ઈસ્ટ (મલાડ ( Malad ) ઈસ્ટ) – દત્ત મંદિર માર્ગ, દફતરી માર્ગ, ખોટ કુવા માર્ગ, ખોટ ડોંગરી, મકરાણી પાડા અને હાજી બાપુ માર્ગ, તાનાજી નગર, કુરાર ગાંવ, રાહેજા કોમ્પ્લેક્સ, સાંઈબાબા મંદિર, વસંત વેલી (મંગળવાર, 23 એપ્રિલ 2024)
- આર દક્ષિણ (કાંદિવલી) – બાણડોંગરી, કાંદિવલી (પૂર્વ) (મંગળવાર, 23 એપ્રિલ 2024)
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૦ એપ્રિલ ૨૦૨૪, આ જાતકોને ખર્ચ પર રાખવો પડશે અંકુશ; જાણો આજનું રાશિ ભવિષ્ય…
- પી દક્ષિણ વિભાગ -ગોરેગાંવમાં પાંડુરંગવાડી, ગોકુલધામ, જયપ્રકાશ નગર, નાયકવાડી, ગોગટેવાડી, કન્યાપાડા, કોયના કોલોની, આઈ. બી. પટેલ માર્ગ, યશોધામ, સંતોષ નગર, વિશ્વેશ્વર માર્ગ, પ્રવાસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રાજીવ ગાંધી નગર, આરે માર્ગ, શ્રેયસ વસાહત બુધવારે પાણી નહીં મળે.
- પી પૂર્વ વિભાગ – પિંપરી પાડા, પાલ નગર, મલાડ પૂર્વમાં સંજય નગર, એમ. એચ. બી. વસાહત, ઇસ્લામિયા બજાર, જાનુ કમ્પાઉન્ડ, શાંતારામ તળાવ, ઓમકાર લેઆઉટ, પિંપરી પાડા, ચિત્રવાણી, સ્વપ્નપૂર્તિ, ઘરકુલ, ગોકુલધામ, યશોધામ, સુચિતાધામ, દિંડોશી ડેપો, એ. કે. વૈદ્ય માર્ગ, રાણી સતી માર્ગમાં પણ બુધવારે પાણી નહીં મળે.
