Site icon News Continuous Bureau | Mumbai

આનંદો… જતા વરસાદે મુંબઈ શહેરના બધા તળાવ ભરી દીઘા…. હવે એક વર્ષ સુધી કોઈ પાણી કપાત નહીં…. જાણો કેટલું પાણી ભેગું થયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 સપ્ટેમ્બર 2020

મુંબઈગરાઓ માટે આનંદના સમાચાર છે.. બે દિવસ થી ભારે વરસાદ ને કારણે અતિવૃષ્ટિ નો સામનો કરી રહયાં છે. પરંતુ આજ વરસાદ ને કારણે મુંબઈ શહેરને પાણી પહોંચાડતા તળાવો પૂરી રીતે ભરાઈ ગયા છે. જેને કારણે આગામી એક વર્ષ માટે મુંબઈગરાઓના માથેથી પાણી નું ટેન્શન હળવું થયું છે.

 મુંબઈ શહેરને પાણી પુરુ પાડતાં તમામ તળાવ લગભગ પૂર્ણ સપાટી સુધી પહોંચી ચૂક્યા છે. મુંબઈ શહેરને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી લેક પાણી પૂરું પાડે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાઈ જતા પાણીની તંગી વર્તાઇ હતી. જેને કારણે મુંબઈમાં 20 ટકા પાણીકાપ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ જતા વરસાદે એવી મેઘ વરસાવી કે જેને કારણે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાતે સાત તળાવો છલકાઇ ગયા છે. 

મુંબઈ મહાનગરપાલિકાએ 24 તારીખે જાહેર કરેલા આંકડાઓ મુજબ અપર વૈતરણા 99%, મોડક સાગર 99%,  તાનસા 99%,  મિડલ વૈતરણા 97%,  ભાતસા 98%, વિહાર 100 ટકા જ્યારે તુલસી લેક માં પણ 100 ટકા પાણી સંગ્રહાયુ છે. આમ કુલ મળીને આ વર્ષે 14,26,526 લાખ લિટર પાણીનો પુરવઠો ભેગો થયો છે.. જે આખુ વર્ષ મુંબઈને ચાલશે..

Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Exit mobile version