Site icon

   Mumbai Water Level: આનંદો… મુંબઈને પાણી પૂરું પાડતા સાતમાંથી 2 જળાશયો ઓવરફ્લો ; અન્ય 5 ડેમની શું છે સ્થિતિ, જાણો તાજા આંકડા

Mumbai Water Level: મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમના વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને સોમવારે ડેમના જળાશયમાં 21 દિવસનું પાણી ઉમેરવામાં આવ્યું છે. તમામ સાત ડેમમાં અડધાથી વધુ એટલે કે  60% ની સપાટીએ પહોંચી ગયું છે.

Mumbai Water LevelAmid heavy rains in Mumbai, water levels in all 7 lakes touch 60% mark

Mumbai Water LevelAmid heavy rains in Mumbai, water levels in all 7 lakes touch 60% mark

  News Continuous Bureau | Mumbai

Mumbai Water Level: મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. મુંબઈમાં હાલ લાગુ પાણીકાપ ટૂંક  સમયમાં દૂર થઈ જશે. કારણ કે મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીના સંગ્રહમાં મોટો વધારો થયો છે. મુંબઈને પાણી પૂરું પાડતા 5 ડેમ અને 2 તળાવોમાંથી તુલસી તળાવ 100 ટકા ભરાઈ ગયા છે. તો તાનસા ડેમ ભરવા માટે માત્ર 9 ટકા પાણી સંગ્રહની જરૂર છે. તે પણ ટૂંક સમયમાં ભરાશે. જ્યારે અન્ય ડેમોમાં પણ સારો એવો પાણીનો સંગ્રહ થયો છે. આ સાતેય જળાશયોમાં અત્યાર સુધીમાં 60 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 

Join Our WhatsApp Community

Mumbai Water Level:  મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં પાણીનો સંગ્રહ 60 ટકા 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં પાણીનો સંગ્રહ 60 ટકા થઈ ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, સાત તળાવો – ભાતસા, તુલસી, વિહાર, મોડક સાગર, તાનસા, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાં પાણીનું સ્તર બુધવારે સવારે 6 વાગ્યે 58.13% નોંધાયું હતું.

24 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે, મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં પાણીનો સંગ્રહ 8,41,396 મિલિયન લિટર થઈ ગયો. એટલે કે આ ડેમોમાં કુલ 58.13 ટકા પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે આ જ દિવસે આ ડેમોમાં પાણીનો સંગ્રહ 52.84 ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ હતો.

Mumbai Water Level: સાત ડેમમાં 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા

મુંબઈ શહેર અને ઉપનગરોને 5 ડેમ અને 2 તળાવોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી નામના 7 જળાશયોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. તેમાં પણ ડેમ અને તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. તેથી ડેમમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા આ તમામ સાત ડેમમાં 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા છે. આ ડેમમાંથી મુંબઈને દરરોજ 3 હજાર મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મધ્ય રેલવેની માઠી બેઠી! આજે આ સ્ટેશન પર ઓવરહેડ વાયર તૂટ્યો; મુસાફરો રેલવે ટ્રેક પર ચાલવા મજબૂર. જુઓ વિડીયો

Mumbai Water Level : મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં પાણીનો સંગ્રહ –

  1. અપર વૈતરણા – 25.40 ટકા જળ સંગ્રહ
  2. મોડક સાગર – 82.98 ટકા જળ સંગ્રહ.
  3.  તાનસા – 96. 26 ટકા પાણીનો સંગ્રહ.
  4. મધ્ય વૈતરણા – 53.01 ટકા જળ સંગ્રહ
  5. ભાતસા –  55.88 ટકા પાણીનો સંગ્રહ.
  6. વિહાર – 93.14 ટકા જળ સંગ્રહ.
  7. તુલસી – 100 ટકા પાણીનો સંગ્રહ.

 

IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version