News Continuous Bureau | Mumbai
એક તરફ મહારાષ્ટ્રના(Maharshtra) અનેક જિલ્લામાં પાણીની કારમી(Water shortage) અછત સર્જાઈ છે. તો બીજી તરફ આ વર્ષે મુંબઈગરાને પાણીકાપનો(Water cut) સામનો કરવાની નોબત આવી નથી. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 21.99 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) બાકી છે. આ પાણી જુલાઈ સુધી ચાલે એટલું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સંકટ (Water problems)વધી ગયું છે. ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો(Water supply) કરવો પડી રહ્યો છે. તેની સામે આ વર્ષે મુંબઈગરાને માથા પરથી પાણી કાપનું સંકટ ટળી ગયું છે. દર વર્ષે મુંબઈમાં 10થી 15 ટકા પાણી કાપ મુકવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે જળાશયોમા પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. તેમાં પાછું આ વર્ષે ચોમાસાનું(Monsoon) આગમન પણ વહેલું થવાનો વર્તારો છે અને ચોમાસું પણ સારું રહેશે એવુ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે 505 નવા રસ્તા, રસ્તા બાંધવા BMC ખર્ચશે અધધ રકમ… જાણો વિગતે
હાલ જળાશયમાં 3 15,009 કુલ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. જેમાં અપર વૈતરણામાં 2,27,047 મિલિયન લિટર, મોડક સાગરમાં 43,431 મિલિયન લિટર, તાનસા તળાવમાં 21,664 મિલિયન લિટર, મિડલ વૈતરણા 82,263 મિલિયન લિટર, ભાતસા(Bhatsa Dam) જળાશયમાં 1,59,483 મિલિયન લિટર, વિહારમાં 5,394 મિલિયન લિટર અને તુલસીમાં 2,773 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક છે.