ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથેથી પાણી કાપનું સંકટ ટળ્યું નથી.
માહિમ ક્રીક ખાતે 1,800mm તાનસા પૂર્વની પાણીની મુખ્ય લાઇનમાં લીકેજને કારણે બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોમાં સતત બીજા દિવસે પાણી પુરવઠો પ્રભાવિત થયો છે.
આજે (સોમવારે) પણ પુરવઠાને અસર થવાની ધારણા છે કારણ કે લીકેજનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી.
આ પાણીકાપના પગલે ખારના કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું હતું કે લોકોને પરેશાની ન થાય તે માટે BMCએ યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈતું હતુંકારણ કે લીકેજથી નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.