Site icon

Mumbai Water Taxi : મુંબઈ-નવી મુંબઈ રૂટ પર હવે દોડશે ઈલેક્ટ્રિક વૉટર ટેક્સી, એક કલાકની મુસાફરી માત્ર 17 મિનિટમાં થશે; જાણો ક્યારે શરૂ થશે..

Mumbai Water Taxi : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વોટર ટેક્સી સેવાથી લોકો 17 મિનિટમાં મુંબઈમાં ગમે ત્યાંથી આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી શકશે. તેનાથી મુસાફરીનો સમય ઘટશે.

Mumbai Water Taxi Now reach Mumbai to Navi Mumbai in just 17 minutes with the upcoming water taxi service

Mumbai Water Taxi Now reach Mumbai to Navi Mumbai in just 17 minutes with the upcoming water taxi service

     News Continuous Bureau | Mumbai

 Mumbai Water Taxi : આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈ શહેર માં સામાન્ય નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની મુસાફરી ભવિષ્યમાં વધુ ઝડપી બનવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈવાસીઓની સેવા માટે ટૂંક સમયમાં જ વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા મુંબઈથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું અંતર માત્ર 17 મિનિટમાં પૂરૂ થશે. 

Join Our WhatsApp Community

 Mumbai Water Taxi :  પ્રથમ તબક્કો માર્ચ 2025થી શરૂ થશે

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થાણેમાં એક બેઠકમાં વોટર ટેક્સી સેવાની જાહેરાત કરી હતી. મુંબઈથી નવી મુંબઈ જવા માટે રોડ માર્ગે લગભગ એક કલાક લાગે છે. પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત વોટર ટેક્સી સેવાને કારણે તે જ સમય ઘટીને માત્ર 17 મિનિટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Ajit Pawar PC : દેવેન્દ્ર ફડણવીસનું CM બનવું લગભગ નક્કી, શિંદે પછી, ફડણવીસે, હવે અજીત પવારની પ્રેસ કોન્ફરન્સ.. વિપક્ષ પર સાધ્યું નિશાન

આ ઇકો-ફ્રેન્ડલી અને સમય-બચત સેવા મુંબઈકરોને પરિવહન માટે અન્ય વિકલ્પ પ્રદાન કરશે. વોટર ટેક્સી સે-વેનો પ્રથમ તબક્કો માર્ચ 2025થી શરૂ થશે. આ માટે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક જેટી બનાવવામાં આવી છે.

 Mumbai Water Taxi : કેરળમાં 2020માં પ્રથમ સેવા શરૂ થઈ 

પેરિસ અને ન્યુયોર્ક સિટીમાં વોટર ટેક્સી સેવાઓ સફળ રહી છે. ભારતમાં, 2020 માં કેરળમાં પ્રથમ વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં વાહનોની વધતી સંખ્યા અને રોજબરોજના ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને ઈકો-ફ્રેન્ડલી વોટર ટેક્સી સેવાને સારો પ્રતિસાદ મળી શકે છે.

  

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version