News Continuous Bureau | Mumbai
Mumbai Water : મુંબઈવાસીઓ માટે મહત્ત્વના સમાચાર છે. મુંબઈગરાઓની તરસ છીપાવનારા 7 ડેમમાં માત્ર બે મહિના પૂરતું જ પાણી ઉપલબ્ધ છે. આ ડેમોમાં પાણીનો સંગ્રહ ( Water storage ) ઝડપથી ઘટી રહ્યો છે અને તે ઘટીને હવે 32.32 ટકા થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી નીચી ટકાવારી છે અને મુંબઈકર માટે પાણીની અછતનું સંકટ સર્જાઈ શકે છે. મુંબઈ મહાનગરપાલિકા આગામી ચાર મહિના સુધી ડેમ વિસ્તારમાં વરસાદ ન થાય ત્યાં સુધી મુંબઈવાસીઓને પાણીનો સંગ્રહ પૂરો પાડવાના કઠિન પડકારનો સામનો કરી રહી છે.
જેમાં હવે ઉર્ધ્વા વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી જેવા સાતેય ડેમમાં 32 ટકા એટલે કે 4 લાખ 67 હજાર 766 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ છે. હાલ મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) પાણી પુરવઠા વિભાગના આયોજન મુજબ મુંબઈગરાઓ માટે ત્રણ દિવસ માટે એક ટકા પાણી ( water scarcity ) પૂરતું છે. પરંતુ ઉનાળો શરૂ થયા બાદ મુંબઈ પાલિકાની આ આયોજનની ગણતરીઓ ખોરવાઈ શકે તેવી હાલ સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal Arrest: EDની કસ્ટડીમાં કોઈને પેન અને કાગળ નથી મળતા, તો પછી અરવિંદ કેજરીવાલ કેવી રીતે આપી રહ્યા છે આદેશ?… ભાજપે કરી તપાસની માંગ.
પાણીની વધુ તંગી પડતા ભાતસા અને અપર વૈતરણા ડેમના પાણીનો ઉપયોગ કરાશે..
દરમિયાન, માર્ચના પ્રથમ દિવસે મુંબઈ પાલિકાએ રાજ્ય સરકારને જળાશયમાંથી ( reservoir ) પાણી મેળવવા માટે પત્ર લખ્યો હતો. જો કે, માર્ચની શરૂઆતમાં, પાણી 42 ટકા હતું. જેમાં મહાપાલિકા અધિકારીઓએ માહિતી આપી છે કે ભાતસા અને અપર વૈતરણા ડેમના અનામત પાણીનો મુંબઈવાસીઓ જરૂર પડ્યે ઉપયોગ કરશે.
ડેમોમાં પાણીનો સંગ્રહૉ ( Water Supply Dams )
વાર્ષિક જળ સંગ્રહ (મિલિયન લિટર) ટકાવારી
25 માર્ચ 24 4,67,766 31.32%
25 માર્ચ 23 5,63,181 38.91%
25 માર્ચ 22 6,06,741 41.92 %
