Site icon

Mumbai weather: મુંબઈમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું.. ગરમીથી ક્યારે રાહત મળશે? જાણો હવામાન વિભાગનો વર્તારો.

Mumbai weather: મુંબઈમાં આ વખતે શિયાળાનું આગમન મોડું થયું છે. મોડે મોડે મુંબઈગરાએ ઠંડીનો અનુભવ કર્યો છે. દિવસના ગરમી ચાલુ રહે છે. પરંતુ રાત્રે અને સવારના સમયે તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે.

Mumbai weather Colder nights on the cards for Mumbai as minimum temperatures likely to dip says IMD

Mumbai weather Colder nights on the cards for Mumbai as minimum temperatures likely to dip says IMD

News Continuous Bureau | Mumbai

Mumbai weather: છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીનો સામનો કરી રહેલા મુંબઈકરોને સવારે ધીમા પગલે પ્રવેશેલી ઠંડીથી ( Winter ) રાહત થઈ છે.

Join Our WhatsApp Community

મુંબઈ શહેર અને ઉપનગરોમાં ( Mumbai  suburbs ) દિવસના ગરમી ચાલુ રહે છે. પરંતુ રાત્રે અને સવારના સમયે તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. આગામી સપ્તાહમાં ઠંડીની ( cold )  તીવ્રતા વધશે અને દિવસના તાપમાનમાં પણ ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગ ( IMD ) દ્વારા કરવામાં આવી છે. તે મુજબ મુંબઈકરોને ટૂંક સમયમાં ગરમીમાંથી મોટી રાહત મળશે.

મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આકરી ગરમી પડી રહી છે. ચોમાસાએ 9 એકાએક વિદાય લીધી. પરંતુ ઠંડીના આગમનમાં વિલંબ થયો હતો. વધતી ગરમીને કારણે મુંબઈગરાઓ દિવસ-રાત પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. દરમિયાન, સપ્તાહના અંતે મુંબઈ શહેર અને ઉપનગરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. એક તરફ દિવસનું તાપમાન હજુ પણ વધી રહ્યું છે પરંતુ સવારના ઝાકળને કારણે વાતાવરણ ઠંડુ બની ગયું છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસ બાદ તાપમાનનો ( temperature ) પારો ઝડપથી નીચે જશે અને મુંબઈકરોને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Political Crisis : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને આપ્યો નિર્દેશ, આ તારીખ સુધીમાં ગેરલાયકાતની અરજીઓ પર લો નિર્ણય..

આગામી સપ્તાહમાં ઠંડી વધશે

સાંતાક્રુઝમાં રવિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રીના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીને સ્પર્શ્યું હતું. દરમિયાન લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં ઠંડીની તીવ્રતા વધશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જશે.

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version