Site icon

મુંબઈમાં વિચિત્ર હવામાન- શહેરીજનોએ કર્યો ઑક્ટોબર હીટનો અનુભવ- ઠંડી-ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ આગાહી

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikars)ઓ હાલ વિચિત્ર હવામાન(Weather)નો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારના ઠંડક(Cold weather in the morning) જણાતી હોય છે તો દિવસના તાપમાનનો પારો અચાનક ઊંચો ચડી જતો હોય છે. તેમા પાછું ગમે ત્યારે વરસાદ(Rain)ની એન્ટ્રી તો હોય છે. ત્યારે રવિવારે મુંબઈગરાએ ભારે ગરમી(heat wave) અને ઉકળાટનો અનુભવ કર્યો હતો.

Join Our WhatsApp Community

બુધવાર, ગુરુવાર અને શુક્રવારે મુશળધાર વરસાદ(Heavy rain) પડ્યા બાદ શનિવારથી શહેર(Mumbai) માં વરસાદ અચાનક ગાયબ થઈ ગયો છે. ત્યારે રવિવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 34.4 જેટલું ઊંચુ નોંધાયું હતું. તો કોલાબામાં 34.2 ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. રવિવારની રજા અને દિવાળી(Diwali vacation)નું વેકેશન ચાલી રહ્યું છે. તેથી મોટી સંખ્યામાં લોકો ફરવાની સાથે ખરીદી(Shopping)ની મજા લઈ રહ્યા છે, ત્યારે દિવસ દરમિયાન લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : રસ્તા પર દોડતી રિક્ષા અચાનક રેલવે પ્લેટફોર્મ પર ઘૂસી આવી- ટ્રેનની જગ્યાએ રિક્ષા જોઈ પેસેન્જરો રહી ગયા દંગ- જુઓ વિડીયો 

દરમિયાન હવામાન ખાતા(IMD)એ હળવાથી ભારે વરસાદ(rain)ની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં મુંબઈની સાથે થાણે(Thane), પાલઘર વિસ્તારોમાં ફરી ભારે પવન સાથે વરસાદ પડશે. પુણે વેધશાળાના વડા કે.એસ. હોસાલીકરના જણાવ્યા મુજબ રાજ્યભરમાં બુધવાર સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે, વેધશાળા દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલી આગાહીમાં એવા સંકેતો દર્શાવવામાં આવ્યા હતા કે દિવાળીની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાંથી ચોમાસું પાછું ફરી ગયું હશે.

Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
Exit mobile version