Site icon

Mumbai Weather : કહીં ગરમી, કહીં બારીશ.. મુંબઈમાં વરસાદની તીવ્રતા ઘટી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું; જાણો ક્યારે મળશે રાહત?

Mumbai Weather : રવિવાર, 16 જૂન સુધી મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વધુ છે. તેથી આગામી સમયમાં તાપમાન 30થી નીચે જાય તેવી કોઈ શક્યતા નથી. ગુરુવાર અને શુક્રવારે તાપમાન 33 ની આસપાસ રહેવાની ધારણા છે

Mumbai Weather Mumbaikars Are Suffering From Heat Due To Lack Of Humidity And Rain

Mumbai Weather Mumbaikars Are Suffering From Heat Due To Lack Of Humidity And Rain

News Continuous Bureau | Mumbai 

 Mumbai Weather : મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને મુંબઈમાં પડી રહેલા વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બુધવારે ચેમ્બુર, દેવનાર વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થયો હતો. મુંબઈના બાકીના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે અને વરસાદના અભાવે મુંબઈગરાઓ ને દિવસભર ઉકળાટ અને બફારો અનુભવ થયો હતો. કોલાબામાં 24 કલાકમાં મહત્તમ તાપમાન 2.3 ડિગ્રી વધ્યું હતું, જ્યારે સાંતાક્રુઝમાં મંગળવાર કરતાં બુધવારે 1.3 ડિગ્રી વધુ નોંધાયું હતું.  

Join Our WhatsApp Community

 Mumbai Weather : આ તારીખ સુધી નહીં મળે રાહત.. 

કોલાબામાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે અપડેટ કરાયેલી આગાહી મુજબ, રવિવાર, 16 જૂન સુધી મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વધુ છે. તેથી આગામી સમયમાં તાપમાન 30થી નીચે જાય તેવી કોઈ શક્યતા નથી. ગુરુવાર અને શુક્રવારે તાપમાન 33 ની આસપાસ રહેવાની ધારણા છે, અઠવાડિયાના અંત સુધીમાં તાપમાન ફરી 34 ડિગ્રી સુધી જવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન આકાશ વાદળછાયું રહેશે.

આ સમાચાર   પણ વાંચો: રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર, આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઇન લંબાવાઇ; હવે આ તારીખ સુધી ઘરે બેઠા કરી શકશો.

 Mumbai Weather : હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ ઉપરાંત હવામાન વિભાગે રવિવાર સુધી મુંબઈ, પાલઘર, ઉત્તર કોંકણના થાણે જિલ્લાઓ અને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા સહિત દક્ષિણ કોંકણના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુરુવારે પુણે, નગર અને સોલાપુર, લાતુર અને ધારાશિવ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સમગ્ર વિદર્ભમાં રવિવાર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસું બુધવારે જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર તરફ આગળ વધ્યું, જોકે કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે.  

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version