Site icon

Mumbai: ખુદાબક્ષોની હવે ખેર નથી, પશ્ચિમ રેલવેએ માત્ર ત્રણ મહિનામાં વસૂલ્યો અધધ આટલા કરોડનો દંડ..

Mumbai: એપ્રિલથી જૂન, 2023 દરમિયાન પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા બહુવિધ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી, જેના પરિણામે રૂ.50.83 કરોડની વસૂલાત થઈ હતી.

Western Railway recovered Rs 146 crore fine by running ticket checking campaign

પશ્ચિમ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેથી પશ્ચિમ રેલવે પર તમામ કાયદેસર મુસાફરોને આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરી શકાય. એપ્રિલથી જૂન, 2023 દરમિયાન પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા બહુવિધ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી, જેના પરિણામે રૂ.50.83 કરોડની વસૂલાત થઈ હતી. જેમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી મળેલા રૂ. 13.26 કરોડનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી અનુસાર, જૂન, 2023 દરમિયાન, 2.16 લાખ ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરો, જેમાં બુક કરાવ્યા વગરના સામાનના કિસ્સાઓ મળી આવ્યા હતા અને રૂ. 14.08 કરોડની રકમ વસુલ કરી હતી.
આ ઉપરાંત, જૂન મહિનામાં પણ, પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પર 66,000 કેસ શોધીને 3.51 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. આ અભિયાનોના પરિણામે, એપ્રિલથી જૂન, 2023 દરમિયાન 19600 થી વધુ અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 65.23 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષ કરતાં 179% વધુ છે.

પશ્ચિમ રેલવે સામાન્ય લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Samsung Galaxy M34 5G: Samsung Galaxy M34 5G ફોન ભારતમાં થયો લોન્ચ, મળશે 6000mAh બેટરી સાથે પાવરફુલ ફીચર્સ, જાણો કિંમત..

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version