ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળ દરમ્યાન એક મોટી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. અંધેરી થી વિરાર દરમિયાન દોડનાર તમામ ધીમી ટ્રેન હવે પંદર ડબ્બાની થઈ શકે છે. આ માટે રેલવેએ 60 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. આ બજેટ નો ઉપયોગ કરીને અનેક જગ્યાએ પ્લેટફોર્મ મોટા કરવામાં આવ્યા તેમજ પાટાઓ માં ફેરફાર કરવામાં આવ્યો અને આ સાથે જ કાર શેડમાં પણ જરૂરી બદલાવ કરવામાં આવ્યા. હવે આ તમામ કાર્યવાહી પતી ગઈ છે જેનું ફળ આવનાર દિવસોમાં મુંબઈની જનતાને મળશે.
અંધેરી અને વિરાર વચ્ચે ૧૫ ડબાની સ્લો ટ્રેન ચાલુ થતા જ્યારે લોકોને પ્રવાસ કરવાનો મોકો મળશે ત્યારે રાહત રહેશે.
મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.