Site icon

તો મુંબઈમાં લગ્ન પ્રસંગમાં અનલિમિટેટ માણસો આપી શકશે હાજરી. જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમા આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સંખ્યામાં પણ ધરમખમ ઘટાડો થયો છે ત્યારે  ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાં 100 ટકા અનલૉક થાય એવી શકયતા છે.  

મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી આગામી દિવસમા પ્રતિંબધોમાં રાહત આપવામાં આવે એવી શકયતા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ બાબતે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોના મહામારી કાબુમાં છે. હાલમાં, શહેરમાં દરરોજ 500 થી ઓછા કોરોના દર્દીઓનું નિદાન થાય છે, અને હાલમાં મુંબઈમાં  માત્ર એક જ બિલ્ડીંગ સીલ છે. તેથી આગામી દિવસોમા પ્રતિબંધો હળવા કરવાનો વિચાર છે.

હાલ મુંબઈમાં જોકે મોટાભાગના પ્રતિબંધો હળવાનું હોવાનું જણાવતા સુરેશ કાકાણીએ કહ્યું હતું કે મુંબઈમા અત્યારે ફકત બે જ પ્રતિબંધો છે, જેમાં હોટલ, રેસ્ટોરાને 10 વાગે બંધ કરવાનું હોય છે. તેમ જ લગ્ન પ્રસંગમાં માત્ર 200ની હાજરીને મંજૂરી છે. કોરોનાની પરિસ્થિતિ પર પાલિકાની નજર છે. હજી એક અઠવાડિયું પાલિકા  કોરોનાના દર્દીની સંખ્યા પર નજર રાખશે ત્યારબાદ 100 ટકા પ્રતિબંધો હળવા કરવા પર વિચાર કરશે.

સારા સમાચારઃ મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ જાણો વિગત,

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાલિકાએ 50 ટકા ક્ષમતામાં હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા, થિયેટર, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ શરૂ કરવાની મંજૂરી આપી હતી. તેમાં  સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય મનોરંજન કાર્યક્રમોમાં 50 ટકા હાજરીની મંજૂરી છે. આ ઉપરાંત લગ્નમાં 200 લોકોને આવવાની છૂટ છે.

આ દરમિયાન રાજ્ય સરકારે સોમવારે ઓમાઈક્રોન નિયંત્રણમાં આવ્યા પછી રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version