News Continuous Bureau | Mumbai
પૂર્વ દિશામાંથી આવતા પવનોને કારણે મુંબઈના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. મુંબઈમાં શનિવાર અને રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું હતું. ભારતીય હવામાન વિભાગે પણ આ અઠવાડિયે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જવાની આગાહી કરી છે. આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાન 36 ડિગ્રી અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: એશ્યોર કેબ મોટા શહેરો ઉપરાંત 5000થી વધારે તાલુકા અને ગામડાઓ માટે પણ બન્યું કનેક્ટિવિટીનું મોટું સરનામું
મુંબઈમાં, સાંતાક્રુઝમાં રવિવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 2.9 ડિગ્રી વધુ નોંધાયું હતું. જ્યારે કોલાબા ખાતે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 2.1 ડિગ્રી વધુ નોંધાયું હતું. કોલાબામાં 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો છે. શનિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું. ત્યારે મંગળવારે તાપમાનનો પારો 37 ડિગ્રી અને બુધવારે 38 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન આકાશ સાફ રહેશે. તેથી, સૂર્યના કિરણો સીધા જમીન પર પહોંચવાથી ગરમી વધુ અનુભવાય તેવી પણ શક્યતા છે.
