મુંબઈમાં ઠંડી ગાયબ, શહેરીજનોએ ફેબ્રુઆરીમાં જ માર્ચ હિટનો કર્યો અનુભવ.. જાણો ચાલુ સપ્તાહે કેવું રહેશે શહેરનું વાતાવરણ..

https://newscontinuous.com/web-stories/sanjeevs-herb-to-increase-eyesight-is-dodi-identify-this-herb/

દેશના આ રાજ્યોમાં પડી રહી છે ભીષણ ગરમી, તો ક્યાંક છે વરસાદની આગાહી, જાણો આજનું વેધર અપડેટ

News Continuous Bureau | Mumbai

ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોની અસર ખતમ થયા બાદ કોંકણ વિસ્તારમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. મુંબઈના મહત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં છ ડિગ્રીનો વધારો થયો છે અને હવે લઘુત્તમ તાપમાન 20-21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન એક સપ્તાહ સુધી 36-37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે કરી છે. પરિણામે શિયાળાની સિઝનનો છેલ્લો મહિનો પૂરો થાય તે પહેલાં મુંબઈકરોએ એક સપ્તાહ સુધી માર્ચની ગરમી સહન કરવી પડશે.

આ સમાચાર પણ વાંચો: Pulwama Terrorist Attack : ભારત આખાને હતમતાવી દેનાર આતંકવાદી હુમલાની કહાની….

સોમવારે મુંબઈમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં છ ડિગ્રીનો વધારો થયો હતો. રવિવારે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ રહેતાં મુંબઈવાસીઓ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સોમવારે સવારે અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો અને શાળાના વિદ્યાર્થીઓને અહેસાસ થયો હતો કે ઠંડી હવે ગાયબ થઈ રહી છે. સાંજે મહત્તમ તાપમાન સીધું 37.3 ડિગ્રી નોંધાયું હતું અને તાપમાનમાં વધારો થતાં ગરમીનો પણ અનુભવ થયો હતો. સોમવારનું મહત્તમ તાપમાન 2021 પછી ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ હતું. 22 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઈમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી નોંધાયું હતું.

ચાલુ સપ્તાહ માટે મહત્તમ તાપમાનની આગાહી (ડિગ્રી સેલ્સિયસમાં)

તારીખ                  લઘુત્તમ તાપમાન          મહત્તમ તાપમાન

14 ફેબ્રુઆરી                       20                         36

15 ફેબ્રુઆરી                       21                         37

16 ફેબ્રુઆરી                       21                         37

17 ફેબ્રુઆરી                       21                         37

18 ફેબ્રુઆરી                       21                         37

19 ફેબ્રુઆરી                       21                         37

Exit mobile version