News Continuous Bureau | Mumbai
એક વ્યક્તિ બાઈક પર ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 13 સેકન્ડના આ વીડિયોમાં એક યુવક બાઇક ચલાવી રહ્યો છે અને તેની પાછળ એક છોકરી બેઠી છે. યુવક યુવતીને બેસાડી ભીડવાળા રસ્તા પર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. બાઇક પર સવાર વ્યક્તિની પાછળ બેઠેલી મહિલા સ્ટંટની મજા લઈ રહી છે.
Hello @MTPHereToHelp
pls check this video of #stunt rider from #team02 riding bike #dangerously with pillion against the #traffic flow at #Bandra reclamation…risking others life too! @mid_day @TOIMumbai @ANI @TOIMumbai @htTweets @RoadsOfBombay pic.twitter.com/ini3rB0YWx— @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) April 26, 2023
આ વીડિયો રસ્તા પરથી જતા એક રાહદારીએ બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ રોડ પરથી બાઇકના આગળના પૈડાં ઉંચકીને તેને કેટલાય મીટર સુધી ચલાવતો જોવા મળે છે. આ દરમિયાન એક યુવતી બાઇક પાછળ બેઠેલી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વિડીયો મુંબઈના બાંદ્રા વિસ્તારનો છે.
આ સમાચાર પણ વાંચો: ટ્વિટરનો નિયમઃ ઈલોન મસ્કનો નિર્ણય, આવી ટ્વીટ્સને લઈને ઉઠાવ્યું મોટું પગલું, તેમની વિઝિબિલિટી ઘટશે