Site icon

Megablock: મુંબઈકર રવિવારે લોકલ ટ્રેનમાં પ્રવાસનું વિચારી રહ્યા છો.. તો ઘરેથી નિકળતા પહેલા વાંચો રવિવારનું સંપુર્ણ મેગા બ્લોક શેડ્યુલ..

Megablock: રવિવારે જો રેલવે લાઈનનો ઉપયોગ કરી રહ્યા છો. ને કોઈ પ્રવાસનો પ્લાન છે. તો રોકાઈ જાવ નીકળતા પહેલા જુઓ બ્લોકની સંપુર્ણ વિગતો.

Mumbaikars are thinking of traveling by local train on Sunday.. So before leaving home read the complete mega block schedule

Mumbaikars are thinking of traveling by local train on Sunday.. So before leaving home read the complete mega block schedule

News Continuous Bureau | Mumbai

Megablock: મુંબઈકરો જો તમે રવિવારે કોઈ પ્રવાસનો પ્લાન બનાવ્યો હોય અને જો તમે લોકલ ટ્રેનમાં ( local train ) મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છે. 

Join Our WhatsApp Community

મધ્ય રેલવેએ ( Central Railway ) રવિવારે વડાલા રોડ અને માનખુર્દ વચ્ચેના અપ-ડાઉન રૂટ પર મેગાબ્લોકની જાહેરાત કરી છે. તેમ જ પશ્ચિમ રેલવે ( Western Railway ) પર સાંતાક્રુઝ અને ગોરેગાંવ વચ્ચે એક્સપ્રેસ લાઇન ( Express line ) પર બ્લોક લેવામાં આવશે. આ ઉપરાંત થાણેથી કલ્યાણમાં 5મી-6ઠ્ઠી લાઇનમાં શનિવારની રાત્રિનો બ્લૉક હોવાથી રવિવારે મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર કોઈ બ્લૉક રહેશે નહીં. બ્લોક સમય દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક લોકલ ટ્રેનો મોડી દોડશે.

-પશ્ચિમ રેલ્વે

સ્ટેશન – સાંતાક્રુઝ થી ગોરેગાંવ

રૂટ – અપ અને ડાઉન ફાસ્ટ

ટાઇમ – સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીના

અસર – ફાસ્ટ લાઇન પરની લોકલ ટ્રેનોને બ્લોક સમય દરમિયાન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો મોડી રહેશે..

-હાર્બર રેલ્વે

સ્ટેશન – વડાલા રોડ થી માનખુર્દ માર્ગ

રૂટ – અપ અને ડાઉન સ્લોવ

સમય – સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી

આ સમાચાર પણ વાંચો : Swachh Survekshan Awards 2023 : સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત

અસર – વડાલા રોડથી માનખુર્દ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વાશી/બેલાપુર/પનવેલ સુધીની અપ-ડાઉન લોકલ ટ્રિપ્સ બ્લોકને કારણે રદ રહેશે. સીએસએમટીથી ગોરેગાંવ લોકલ સમયપત્રક મુજબ ચાલશે. તેમજ પનવેલથી માનખુર્દ વચ્ચે વિશેષ લોકલ દોડાવવામાં આવશે.

-સેન્ટ્રલ રેલ્વે

સ્ટેશન – થાણે થી કલ્યાણ

રૂટ – 5મો અને 6મો રૂટ

સમય – શનિવાર રાત્રે 11.40 થી રવિવાર વહેલી સવારે 3.40 વાગ્યે

અસર – પાંચમી અને છઠ્ઠી લાઇન પરની મેઇલ-એક્સપ્રેસ બ્લોકને કારણે ફાસ્ટ અપ-ડાઉન રૂટ પર દોડાવવામાં આવશે. જેના કારણે મેલ-એક્સપ્રેસ 15-20 મિનિટ મોડી પડશે. નાઇટ બ્લોકના કારણે સીએસએમટી અને કલ્યાણ વચ્ચે રવિવારે કોઈ બ્લોક રહેશે નહીં.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version