Site icon News Continuous Bureau | Mumbai

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

બહુ જલદી મુંબઈના સાર્વજનિક પાર્કિંગ પ્લોટ પર વાહનો પાર્ક કરવા મુંબઈગરા વધુ ફી ચૂકવવી પડવાની છે.  પાર્કિંગ ફીમા વધારો આવતા વર્ષથી લાગુ પડે એવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાની હાલની પાર્કિંગ પૉલિસીની મુદત ૨૦૨૨માં પૂરી થઈ રહી છે. તેથી પાર્કિંગ માટે નવી સુધારિત પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. નવી પોલિસી મુજબ સંબંધિત વિસ્તારના રેડિરેકનર દર અને જે-તે વિસ્તારમાં રહેલા વાહનોની ભીડને અનુસાર વાહનો પાર્ક કરવા માટે ફી વસુલવામાં આવશે. 

વાહ!! સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી રહેલા મુંબઈના રસ્તા પરના બેવારસ વાહનો માટે મનપા લેશે આ પગલું; જાણો વિગત

પાલિકાએ ૨૦૧૫માં પાર્કિંગની પૉલિસી તૈયાર કરી હતી. તે વખતે સાર્વજનિક પાર્કિંગ પ્લોટને ચાર અલગ અલગ શ્રેણીમાં વિભાજન કરીને સૌથી વધુ બીઝી રહેલા સ્થળની પાર્કિંગ ફી વધુ રાખવામાં આવી હતી. આ પૉલિસીની મુદત માર્ચ ૨૦૨૨માં પૂરી થઈ રહી છે. તેથી હાલ આ પાર્કિંગ પૉલિસીમાં સુધારા કરવાનું કામ ચાલી રહ્યું છે.

નવેસરથી પૉલિસીમાં બનાવવા માટે દિલ્હી, ચંદીગઢ જેવા શહેરોની સાથે વિદેશના અમુક શહેરોના પાર્કિંગ પ્લોટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બહુ જલદી અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે એવું માનવામાં આવે છે.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version