Site icon

મુંબઈના બોગસ રસીકરણ પ્રકરણમાં ચોંકાવનારી વાત સામે આવી; હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કરાયું આટલું મોટું કૌભાંડ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં બોગસ રસીકરણના આરોપીઓ પોલીસના તાબામાં છે. હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા આ કાવતરું ઘડાયું હોવાની વાત સામે આવી છે. મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં રસીને નામે સલાઇન વૉટરના ઇન્જેક્શન અપાયાં હતાં. કુલ ૧૨ બોગસ રસીકરણ અભિયાનમાં ૪,૦૭૭ લોકોની રસીના નામે છેતરપિંડી થઈ હતી.

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ શિવમ્ હૉસ્પિટલના માલિક દંપતી નાણાભીડમાંથી બહાર આવવા માટે આ કીમિયો અજમાવ્યો હતો. હકીકતે આ હૉસ્પિટલમાં આરોપી ડૉ. મનીષ ત્રિપાઠી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો અને તેણે પોતાના એક વિદ્યાર્થી કરીમ અલી પર સૌપ્રથમ આ બનાવટી રસીનું ઇન્જેક્શન આપી અખતરો કર્યો હતો. કરીમ અલીને આ ઇન્જેક્શનથી કોઈ આડઅસર ન થતાં પૈસા રળવા માટે આ આખું ષડ્યંત્ર રચાયું હતું.

ઇઝરાયલમાં ફાઇઝરની રસીની અસરકારતામાં નોંધાયો જબ્બર ઘટાડો; કંપની સહિત સરકાર પણ ચિંતામાં, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ૫ માર્ચથી 28 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન સત્તાવાર રીતે આશરે 16 હજાર લોકોને રસી આપી હતી. હૉસ્પિટલના મૅનેજમેન્ટે રસીના એક લાખ ડોઝ ખરીદવા માટે ઑર્ડર આપ્યો હતો, પણ હૉસ્પિટલ પાસે પૈસા ન હતા. રસીનો ઑર્ડર અપાઈ ચૂક્યો હતો એટલે ગમેતેમ પૈસા ઊભા કરવા માટે બોગસ રસીકરણ શિબિરનું આ કૌભાંડ કર્યું હતું.

જોકેયોજના મુજબ બધું બરાબર ચાલતું હતું, પણ કાંદિવલીમાં હીરાનંદાની હેરિટેજ સોસયટીના સભ્યોએ  પોલીસ ફરિયાદ કરતાં આ કૌભાંડનો ભાંડાફોડ થયો હતો.

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version