Site icon

હાય ગરમી! તાપમાન ફરી ઊંચકાયું.. મુંબઈગરા પરસેવાથી થયા રેબઝેબ, હજુ આટલા દિવસ નહીં મળે કોઈ રાહત.

હાય ગરમી. દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે અગનવર્ષા જેવી ગરમી, વાંચો આ ચિંતાજનક અહેવાલ…

હાય ગરમી. દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે અગનવર્ષા જેવી ગરમી, વાંચો આ ચિંતાજનક અહેવાલ…

  News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. ક્યારેક ગરમી પડે છે તો ક્યારેક કમોસમી વરસાદ. હાલમાં રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. વરિષ્ઠ હવામાનશાસ્ત્રી માણિકરાવ ખૂલેએ માહિતી આપી છે કે મુંબઈ સહિત સમગ્ર કોંકણમાં ભેજવાળી અને ગરમ હવાના કારણે આગામી બે દિવસ (14 મે) સુધી ગરમી પડશે.

Join Our WhatsApp Community

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં 10 જિલ્લામાં બુધવારે તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાયો હતો. તો મુંબઈમાં ગુરુવારે 66 ટકાની સાપેક્ષ ભેજ સાથે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન આટલું ઊંચું નોંધાતા મુંબઈગરાએ ભારે ગરમી અને ઉકળાટ અનુભવ્યો હતો. તો કોલાબામાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. રાજ્યમાં જળગાંવમાં 44.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે પૂરા રાજ્યમાં સૌથી વધુ રહ્યું હતું.

આગામી દિવસમાં મુંબઈમાં તાપમાનનો પારો હજી ઊંચે જવાની શક્યતા છે. મુંબઈ સહિત સમગ્ર કોંકણમાં તાપમાનમાં વધારો થશે. દરમિયાન, બાકીના મહારાષ્ટ્રમાં, દૈનિક મહત્તમ તાપમાન, જે હાલમાં સરેરાશ અથવા તેનાથી ઓછું છે, તે વધશે. જો કે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ત્યાં વાતાવરણ પૂર્વવત થઈ શકે છે. પોર્ટ બ્લેયરથી 500 કિલોમીટરના અંતરે મોકા વાવાઝોડું ગંભીર ચક્રવાત બનવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા, કહ્યું- શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ કરે આ કામ…

રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો

બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર મોકા ચક્રવાતમાં વિકસી ગયો છે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ચક્રવાતની રાજ્ય પર કોઈ અસર નહીં થાય. જેથી શહેરીજનોને મોટી રાહત મળી છે. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી કારણ કે ચક્રવાત મોકા ની કોઈ અસર નહીં થાય. જો કે બીજી તરફ આજે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. હવામાન વિભાગે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે.

ચક્રવાત 13 મેની સાંજે વધુ તીવ્ર બને તેવી શક્યતા

ચક્રવાત ‘મોકા’ના હવામાન વિભાગે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના સિત્તવે વચ્ચે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આંદામાનમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. . ચક્રવાત 13 મેની સાંજે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તે પછી, 14 મેની સવારે વાવાઝોડાની તાકાત ઓછી થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આ સિવાય રાજસ્થાનમાં 12 થી 13 મે વચ્ચે, કોસ્ટલ આંધ્રપ્રદેશમાં 13 થી 15 મે વચ્ચે હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂર્વ ભારતને બાદ કરતાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version