Site icon

મુંબઈના દરિયે તૈયાર થઇ રહ્યો છે વિશાળ પુલ. પાલિકાનો મહત્વકાંશી પ્રોજેક્ટ .જાણો વિગત ….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 30 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર .

    મુંબઈ મહાનગર પાલિકાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે.  મુંબઈના દરિયાકાંઠાના વિસ્તાર પર પહેલી જ વાર સ્તંભ ટેકનોલોજી દ્વારા બ્રિજ બનાવવામાં આવશે. જેમાં સમુદ્ર માર્ગ પર આશરે 34 મીટર પહોળાઈ અને 2100 મીટર લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવશે. 176 સિંગલ થાંભલા પર એક વિશાળ બ્રિજ બનાવવામાં આવશે. આ પિલરનુ નિર્માણ  પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સમય અને ખર્ચની  પણ બચત કરશે. 

મશહૂર ટેલિવિઝન ન્યૂઝ રીડર રોહિત સરદના નું નિધન થયું. કોરોના ભરખી ગયો…

         મુંબઈ મહાનગર પાલિકા એ આપેલા ' હેપ્પી જર્ની , ફ્રી બ્રીથ' ના સૂત્ર દ્વારા  મુંબઈગરાની યાત્રા સરળ અને ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો coastal road  પ્રોજેક્ટ,મ્યુનિસિપલ કમિશનર ઇક્બાલ સિંહના માર્ગદર્શન (ચહલ) અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી અશ્વિની ભીડેની ટીમની આગેવાની હેઠળ થઇ રહ્યો છે. covid-19 જેવી મહામારી હોવા છતાં આ પ્રોજેકટનું કાર્ય પ્રગતિ પૂર્વક થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટના અંતર્ગત, તકનીકી રીતે ઘણી અદ્યતન અને નવી વસ્તુઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પહેલીવાર mono pile technology નો ઉપયોગ કરવામાં આવશે. 

ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.

        હાલમાં 3 અલગ અલગ પિલર બનાવીને એનું પરીક્ષણ કરવામાં આવશે. જેની તૈયારી થઇ ગઈ છે. પરીક્ષણ માટેના 3 પિલર બનાવવાની પ્રક્રિયા શરું થઇ ગઈ છે. વર્લી વિસ્તારના અબ્દુલ ગફાર ખાન રોડ પર માધવ ઠાકરે ચોક પાસે રસ્તાની વચ્ચોવચ આ થાંભલા લગાડવામાં આવશે. આ થાંભલાનું નિર્માણ જુલાઈના અંત સુધી થવાની શક્યતા છે. આ માટે જરૂરી સાધનસામગ્રી યુરોપથી લાવવામાં આવી છે. જ્યારે આવી  ટેકનિકનો અમલ કરવા માટે અનુભવ ધરાવતા કુશળ કારીગરોને પણ માર્ગદર્શન માટે બોલાવવામાં આવ્યા છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version