Site icon

મુંબઈની સર જે.જે. હોસ્પિટલ જૂથ સાથે જોડાયેલી કામા હોસ્પિટલને પાલિકા તરફથી મળ્યો શહેરની સૌથી સ્વચ્છ હોસ્પિટલનો એવોર્ડ..  

મુંબઈ શહેરની સર જે.જે. હોસ્પિટલ જૂથ સાથે જોડાયેલી કામા હોસ્પિટલને શહેરની સૌથી સ્વચ્છ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ મુંબઈ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવ્યો છે.

Mumbai's Kama Hospital awarded the cleanest hospital in the city

મુંબઈની સર જે.જે. હોસ્પિટલ જૂથ સાથે જોડાયેલી કામા હોસ્પિટલને પાલિકા તરફથી મળ્યો શહેરની સૌથી સ્વચ્છ હોસ્પિટલનો એવોર્ડ..

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરની સર જે.જે. હોસ્પિટલ ( Sir J. J. Hospital ) જૂથ સાથે જોડાયેલી કામા હોસ્પિટલને શહેરની સૌથી સ્વચ્છ હોસ્પિટલ ( Cleanest Hospital ) નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ મુંબઈ મહાનગરપાલિકા (BMC)  તરફથી આપવામાં આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં યોગ્ય સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલ માટે પાલિકા દ્વારા કામા હોસ્પિટલને 50 હજાર રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ 2019 માં, કામા હોસ્પિટલને શહેરની સૌથી સ્વચ્છ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો હતો.

Join Our WhatsApp Community

કામા હોસ્પિટલ પ્રસૂતિ, નવજાત શિશુની સંભાળ અને કેન્સરની સારવાર માટે દર્દી ( Patient ) ની સંભાળ પૂરી પાડે છે. હોસ્પિટલના બહારના દર્દી વિભાગમાં દરરોજ 150 થી 300 દર્દીઓ આવે છે. હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટના ( Medical west ) નિકાલ માટે ખાનગી કંપનીની નિમણૂક કરવામાં આવી છે. ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પાલિકાના અધિકારીઓએ હોસ્પિટલની સ્વચ્છતાની ચકાસણી કરવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં દિવસમાં ત્રણ વખત સફાઈ કરવામાં આવે છે. પાણીની ટાંકીઓ પણ સાફ કરવામાં આવે છે. હોસ્પિટલમાં જંતુ નિયંત્રણ દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે.

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

હોસ્પિટલમાં દરરોજ 350 કિલો કચરો એકઠો થાય છે. ભીનો કચરો કમ્પોસ્ટ કરીને હોસ્પિટલના બગીચામાં ઉપયોગમાં લેવાય છે. સુકા કચરાનો મશીન દ્વારા નિકાલ કરવામાં આવે છે. હવે હોસ્પિટલ પ્રશાસન ટૂંક સમયમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.  

Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ
Mumbai Monorail: મુંબઈમાં મોનોરેલ ફરી એકવાર પડી બંધ, એક જ મહિના માં આવી ત્રીજી વખત ખામી, જાણો કેવી રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઠાણે અને રાયગઢ માટે પણ આગામી આટલા કલાક મહત્વના
Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Exit mobile version