Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈનો બહુપ્રતિક્ષિત ગોખલે બ્રિજ હવે ફરી તેની તારીખ ચૂકી જશે, કામ પૂર્ણ થવા હજી લાગશે 10 દિવસ..

Mumbai: ગોખલે બ્રિજની એક લેનનું કામ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમજ બીએમસી દ્વારા બ્રિજનો એક ભાગ ખુલ્લો મુકવા માટે નવી તારીખ રુપે 25 ફેબ્રુઆરી કહેવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિકોને હવે આ તારીખે પણ બ્રિજનો એક ભાગ ખુલશે કે નહિં તે વિશે હાલ શંકા છે.

Mumbai's much awaited Gokhale Bridge will now miss its date again, work will still take 10 days to complete

Mumbai's much awaited Gokhale Bridge will now miss its date again, work will still take 10 days to complete

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈનો બહુપ્રતિશિક્ષ એવો ગોખલે બ્રિજની ( Gokhale Bridge ) એક બાજુનું કામ હવે પૂર્ણ થવાની આરે છે. તેમજ બીએમસીએ ( BMC ) આ લેનના ખુલવાની નવી તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરી હતી. પરંતુ વર્તમાન બ્રિજની સ્થિતિ જોતાં હજી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતા 8 થી 10 દિવસ લાગી શકે છે. તેથી હવે નગરપાલિકાની વારંવાર ચૂકાતી મુદતના કારણે સ્થાનિક નાગરિકોમાં હવે ભારે રોષ દેખાય રહ્યો છે. 

Join Our WhatsApp Channel

નોંધનીય છે કે, ગોખલે પુલના કામમાં વિલંબને ધ્યાને લઈ કમિશનરે અધિકારીઓ, રેલવે અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કેટલાક ટેકનિકલ કારણોસર બ્રિજની એક લેનનું કામ 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શક્યું નથી, તેથી હવે 25 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જોકે મહાપાલિકા ફરી આ તારીખ ચૂકે તેવી સંભાવના હાલ વધી રહી છે.

બ્રિજની વર્તમાન સ્થિતિ શું છે?

1) ડિસેમ્બરમાં ગોપાલ કૃષ્ણ ગોખલે રેલ્વે ફ્લાયઓવર પ્રોજેક્ટમાં ( Gopal Krishna Gokhale Railway Flyover project ) પ્રથમ ગર્ડર લગાવ્યા પછી, બ્રિજ પરના કામમાં ઝડપ આવી હતી.આથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં બ્રિજની એક લેન શરુ કરવામાં આવશે. તેવુ પાલિકાએ જણાવાયું હતું.

આ સમાચાર પણ વાંચો :  Uber Cab Service: Uber માટે ભારત વિશ્વનું સૌથી મુશ્કેલ બજાર છે, પરંતુ અહીં વ્યાપાર કરવાથી સારો અનુભવ મળે છેઃ Uber CEO..

2) હાલ આ રૂટનું કામ અંતિમ તબક્કામાં છે, કેટલાક ટેકનિકલ કામ બાકી છે અને લેવલીંગનું કામ ચાલુ છે. તેમજ એસ. વી. રોડ સાઈડ એક્સેસ અને મેસ્ટીક લેયરનું કામ ચાલુ છે. આ કામમાં આઠથી દસ દિવસ લાગી શકે છે. આ કામ પૂર્ણ થયા બાદ બ્રિજને દ્વિ-માર્ગીય વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.આ બ્રિજથી મુંબઈકરોને ટ્રાફિકમાં ( Mumbai Traffic ) રાહત મળશે.

3) દરમિયાન સ્થાનિક ધારાસભ્યે એક નિવેદન આપતા કહ્યું છે કે, કામ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું હોવા છતાં તેને પૂર્ણ થવામાં હજુ 10 દિવસ લાગશે

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version