ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈના 24 વોર્ડમાં સૌથી નાનો વોર્ડ ગણાતા બી વોર્ડ સળંગ નવ દિવસ સુધી કોરોનાનો એક પણ નવો દર્દી નોંધાયો નથી. મુંબઈ મહાનગરપાલિકાને મળેલી આ સફળતાને કારણે બહુ જલદી મુંબઈના બાકીના વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં આ રીતે જ ઘટાડો અપેક્ષિત માનવામા આવે છે.
સમીર વાનખેડે પર નવો આરોપ. સગીર વયે મેળવ્યું હતું બાર લાઈસન્સ? જાણો શું છે નવી કોન્ટ્રોવર્સી
લગભગ દોઢ લાખની વસતી ધરાવતા બી વોર્ડમાં મોહમ્મદ અલી રોડ, ડોંગરી, પી ડિમેલો રોડ અને ડોક વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં અત્યંત ગીચ કહેવાય છે. તેમ જ આરોગ્ય સુવિધા એટલે હોસ્પિટલની સેવા બહુ નબળી કહેવાય છે. જોકે અહીં ગર્વેન્ટ સંચાલિત જે.જે. હોસ્પિટલ આવેલી છે. અહીં સેનીટાઈઝેશનની અપૂરતી સગવડ છે. જગ્યા ઓછી સામે વસ્તી વધારે હોવા છતાં અહીં કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા મળી છે.
નવેમ્બરના કુલ 13 દિવસ આ વોર્ડમાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નહોતા. છેલ્લે 10 નવેમ્બરના કોરોનાના બે કેસ નોંધાયા હતા. આ વોર્ડમા રોજ 700 જેટલા કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ગીચ વસ્તી અને અપરુતી સુવિધા હોવા છતાં માર્ચ 2020માં મુંબઈમાં કોરોનાના કેસ નોંધવાનું ચાલુ થયું હતું ત્યારથી અત્યાર સુધી અહીં માત્ર 4121 કેસ નોંધાયા છે.
સ્થાનિક વિધાનસભ્ય અમીન પટેલના કહેવા મુજબ શરૂઆતમા અહીં મોર્ટાલીટી રેટ 10 ટકા જેટલો હતો. જોકે ધીમે ધીમે અહી કોરોના નિયંત્રણમા આવ્યા બાદ કેસ ઘટવાની સાથે જ મોર્ટાલીટી રેટ પણ ઘટીને એક ટકા પર આવી ગયો છે.
બી વોર્ડ અત્યંત ગીચ છે, સ્થાનિક વસ્તી પણ અત્યંત ગરીબ કહેવાય છે. અહીં ઘર પણ એકબીજાથી એકદમ નજીક આવેલા છે. બે ધર બિલ્ડિંગો વચ્ચે જગ્યા નથી હોતી. બારી ખુલ્લી કરો તો બીજાનું ઘર લાગે છે ત્યારે આવા વિસ્તારમાં કોરોના નિયંત્રણમા આવ્યો છે, જે પાલિકા માટે અભ્યાસ કરવાનો વિષય થઈ ગયો હોવાનું આરોગ્ય ખાતાના અધિકારીઓ માને છે. કદાચ આ લોકોમાં પહેલાથી હર્ડ ઈમ્યુનિટી હોવાનું માનવામાં આવે છે. ઝૂંપડપટ્ટી અને ગરીબ વસ્તી હોવા છતાં બી, સી અને એમ-ઈસ્ટ વોર્ડમાં કોરોના કેસ ઓછો નોધાયા છે, જે પાલિકા માટે અભ્યાસનો વિષય હોવાનું પાલિકાના એડિશનલ કમિશનરે કહ્યું હતું