Site icon

વિલે પાર્લેમાં ‘આ’ બ્રિજ રાતે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી બંધ રહેશે, આ બે વૈકિલ્પક પુલોનો કરી શકો છો ઉપયોગ..

Mumbai's Vile Parle bridge to shut for repairs

વિલે પાર્લેમાં ‘આ’ બ્રિજ રાતે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી બંધ રહેશે, આ બે વૈકિલ્પક પુલોનો કરી શકો છો ઉપયોગ..

News Continuous Bureau | Mumbai

વિલેપાર્લે સ્થિત કેપ્ટન વિનાયક ગોર રેલવે ફ્લાયઓવર પરથી મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ સમય અને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. પશ્ચિમ રેલવેએ આ રેલવે ફ્લાયઓવરનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે પશ્ચિમ રેલવેએ 10મી એપ્રિલથી 26મી એપ્રિલની મધરાતના 1 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી આ બ્રિજ બંધ રાખવાનું આયોજન કર્યું છે.

Join Our WhatsApp Community

તે પૂર્વ-પશ્ચિમ દિશામાં વિલેપાર્લેને જોડતો ફ્લાયઓવર છે. વિલેપાર્લે, સાંતાક્રુઝ સહિતના ઉપનગરોમાંથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જતા મુસાફરો માટે આ એક મહત્વપૂર્ણ પુલ છે. આ કારણે, સંભવિત સમસ્યાઓ ટાળવા અને ટ્રાફિકનું આયોજન કરવા માટે પશ્ચિમ રેલવેએ ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનરને પત્ર મોકલ્યો છે.

આ સમાચાર પણ વાંચો:   મહુડીમાં ચોરી બાદ જૈન સમાજમાં આકરા પ્રત્યાઘાત, પત્રકાર હાર્દિક હુંડીયાએ ખુલ્લો વિરોધ કર્યો. જાણો શું કહ્યું…

IIT મુંબઈ અને પશ્ચિમ રેલવેની સંયુક્ત ટીમે ગોર ફ્લાયઓવરનું માળખાકીય નિરીક્ષણ કર્યું હતું. આ સમયે આ પુલને જોખમી જહેર કરીને રિપોર્ટમાં સમારકામ માટે ભલામણ કરવામાં આવી હતી. આ પુલનું બેરિંગ જર્જરિત થઈ ગયું છે. આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને બેરિંગ બદલવામાં આવશે. આ સાથે રેલ્વે વિભાગો પરના પુલના નાના-મોટા સમારકામનું પણ આયોજન છે. જરૂરિયાત મુજબ બે મહિનાના સમયગાળામાં આ કામ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, બેરિંગ બદલવાનું કામ 15 દિવસ માટે કરવામાં આવશે, રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ સમજાવ્યું.

બે પુલનો વિકલ્પ

મોડી રાતની ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર આવતી ફ્લાઈટ્સમાંથી પરત આવતા મુસાફરો દ્વારા આ પુલનો ભારે ઉપયોગ કરવામાં આવે છે. વિનાયક ગોર ફ્લાયઓવર બંધ થયા બાદ મુસાફરો પાસે ગોપાલ કૃષ્ણ ગોખલે રેલવે ફ્લાયઓવર અને મિલન સબ -વે ફ્લાયઓવરનો વિકલ્પ હશે.

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version