ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
મુંબઈ વાસીઓ પોતાના બુદ્ધિચાતુર્ય અને કામ કરવાની ક્ષમતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.ત્યારે મુંબઈવાસીઓને કંઈક અલગ કરી રહ્યા છે.
પ્રાપ્ત થયેલા આંકડા મુજબ મુંબઇ શહેરમાં ઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર નું વેચાણ બમણાથી વધુ થઈ ગયું છે. મુંબઈ શહેરમાં અનુરાજ ઈ-બાઈકના ડીલર જતીન મહેતાએ ન્યુઝ કંટીન્યૂઝ ને વાતચીતમાં જણાવ્યું કે કોરોના લોકડાઉનના સમયગાળા પછી હવે મુંબઈ વાસીઓ ઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર ને વધુ ખરીદી રહ્યા છે.
આમ કરવા પાછળનું પ્રમુખ કારણ એ છે કે ઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર 25 પૈસા પ્રતિ કિલોમીટર ના દરથી રસ્તા પર દોડે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક બાઈક માં વીમો, હેલ્મેટ, સિંગલ નું પાલન, નો પાર્કિંગ જેવા સરકારી નિયમોનું પાલન નથી કરવું પડતું. આ ઉપરાંત puc ની ઝંઝટમાંથી પણ મુક્તિ છે. આ કારણથી મુંબઈ શહેરમાં હવે મોટા પ્રમાણમાં ઈ-બાઇકનું વેચાણ થઈ રહ્યું છે.
ઇ- બાઈકમાં આજકાલ અનેક ઓપ્શન મળે છે. 50 કિલોમીટર થી માંડીને ૧૫૦ કિલોમીટર દોડી શકે તેવી બેટરીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કૂટરની વહન ક્ષમતા પણ ૨૫૦ કિલો જેટલી છે. આથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કરતા ઇ બાઇક ખરીદી ને પોતાનું કામ ઝડપથી પતાવવામાં સાર છે.