Site icon

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર એ શહેરવાસીઓ માટે જાહેર કર્યો એક ખાસ સંદેશ. કોરોના ના ઉપચાર ને લઈને કહી ખાસ વાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈ વાસીઓ ના નામે એક વિશેષ whatsapp સંદેશો જાહેર કર્યો છે. પોતાના સંદેશામાં તેમણે કહ્યું છે કે મુંબઈ શહેરમાં હવે મેડિકલ ફેસેલીટી ઓછી પડવા માંડી છે. આ પરિસ્થિતિમાં કોરોના થી સંક્રમિત તેવી કોઈપણ વ્યક્તિ પોતાના મનપસંદ હોસ્પિટલ માટે રાહ ન જુએ. આ સાથે જ તેમણે એવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવું કરવા જતા તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી શકે છે. મુંબઈ શહેરવાસીઓને આશ્વાસન આપતા તેમણે કહ્યું કે બહુ જલદી 30 કોરોના સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટરોમાં 4600 વ્યક્તિઓ નો ઈલાજ થઈ શકશે. અત્યારે મુંબઈ શહેરમાં કુલ 4000 બેડ ખાલી છે. આવા સમયે નવા બેડ ઉમેરવા ને કારણે લોકોને રાહત મળશે.

પૂના શહેરનો ચોંકાવનારો કિસ્સો : ઓક્સિજન બેડ ન મળતા વૃદ્ધાએ પુત્ર ની સામે અંતિમ શ્વાસ લીધા

તેમણે જણાવ્યું કે આવનાર દિવસોમાં એક ઓનલાઈન પાસપોર્ટ બનાવવામાં આવશે જેમાં એ જાણકારી ઉપલબ્ધ રહેશે કે કયા હોસ્પિટલ માં કેટલા બેડ ઉપલબ્ધ છે.

મુંબઈ મહાનગર પાલિકા પાસે માત્ર ૭૩ વેન્ટિલેટર બાકી છે, ડાયાલિસિસ અને કેન્સર માટે તો તેનાથી પણ ઓછા. જાણો આજની મુંબઇની મેડિકલ ફેસેલીટી ની કન્ડિશન.

પોતાના સંદેશા ના માધ્યમથી તેમણે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હવે આવનાર સમય ગંભીર છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version