ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ૮૩.૮૩ કરોડના ખર્ચે વિવિધ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઑક્સિજન સાધનોના સંચાલન માટે કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. આ મામલે RTIઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પાલિકાના કમિશનર ઈકબાલ ચહલને ફરિયાદ કરી છે કેઆ કૉન્ટ્રૅક્ટમાં પાલિકાને 30 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન છે. જોકેઠેકેદારોને મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હજુ સુધી કામના આદેશો જારી કરાયા નથી.
હકીકતે અનિલ ગલગલીએ એક RTI ફાઈલ કરી હતી, જેના જવાબમાં પાલિકાએ જણાવ્યું છે કે મેસર્સ હાઇવે કન્સ્ટ્રક્શન કંપનીએ બિડ જીતીને 83.83 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કેમ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડતાં પહેલાંIIT અથવા અન્ય પ્રમાણમાં તકનિકી રીતે યોગ્ય સંસ્થાઓ પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું?એના જવાબમાં મહાપાલિકા મૌન રહી છે.
અરે બાપરે! આ જગ્યાએ કેળાંની કિંમત છે ત્રણ હજાર રૂપિયે કિલો; જાણો વિગત
અનિલ ગલગલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે 850 લિટરની ક્ષમતાવાળા ઑક્સિજન ઉપકરણની બજાર કિંમત 65 લાખ રૂપિયા સુધીની છે. લિટરની ક્ષમતામાં વધારાથી ખર્ચમાં અમુક અંશે વધારો થાય છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા 86.42 કરોડનું બજેટ તૈયાર કરાયું છે. મેસર્સ હાઇવે કન્સ્ટ્રક્શન કંપનીએ ટેન્ડર પ્રક્રિયામાં રૂ. 92.85 કરોડની બોલી લગાવી હતી અને બાદમાં રૂ.9.02 કરોડની છૂટ બતાવવામાં આવી હતી અને અંતે 83.83 કરોડ રૂપિયામાં કામ પૂરું પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ તમામ ઑક્સિજન જનરેટિંગ સિસ્ટમ્સના સપ્લાય, ઇન્સ્ટૉલેશન, પરીક્ષણ અને સંચાલન માટે 77.15 કરોડની રકમ બતાવવામાં આવી છે. વાર્ષિક સંચાલન માટે 1.31 કરોડની અને પાંચ વર્ષ માટે વ્યાપક જાળવણી અને સુરક્ષા માટે 5.36 કરોડ રૂપિયાની રકમ બતાવવામાં આવી છે. એટલે કે કુલ રૂ. 83.83 કરોડના કરાર કરવામાં આવ્યા છે.
અનિલ ગલગલીએ દાવો કર્યો હતો કે બજારમાં ઓછી કિંમતે ઑક્સિજન મૅન્યુફૅક્ચરિંગ સિસ્ટમ હોય છે, ત્યારે કોઈ ચોક્કસ કૉન્ટ્રૅક્ટર પાસેથી ઑક્સિજન મૅન્યુફૅક્ચરિંગ સિસ્ટમ મોટા ભાવે મેળવવી એ સંપૂર્ણપણે ખોટું છે. જો બજેટ તૈયાર કરતી વખતે બજારની મુલાકાત લઈને કિંમતોને સમજવાનો થોડો પ્રયાસ કર્યો હોતતો મહાનગરપાલિકાએ આજે સરળતાથી 30 કરોડ રૂપિયાની બચત કરી હોત.